જિલ્લામાં ટ્રાફિક, વ્યાજખોર, હથિયાર જેવા ગુનામાં કડક કામગીરીના આદેશ
ગેરકાયદે પ્રવૃત્તિ સામે ધોંસ બોલાવતા પોલીસ અધિક્ષક: ત્રણ દિવસમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પક્કડ જમાવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં નવ નિયુક્ત પોલીસ અધિક્ષક હર્ષદ મેહતા એ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે જિલ્લાભરમાં સમીક્ષા કરી હતી અને દરેક પોલીસ સ્ટેશન ના અધિકારી ને ટ્રાફિક, વ્યાજખોર અને હથિયાર જેવા સંબધિત ગુના પર લગામ લગાવાના આદેશ આપ્યા છે શહેરમાં એસપી હર્ષદ મેહતા જાતે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું અને પોલીસ સ્ટેશનની મુલાકત લીધી હતી કડક હાથે કામગીરી કરવા સૂચના આપી હતી.
જૂનાગઢ શહેરમાં ટ્રાફિક નો સળગતો પ્રશ્ર્ન છે એવા સમયે જિલ્લા પોલીસ વડાએ પ્રથમ પ્રાયોરિટી આપીને શહેરમાં બેફામ બનેલ વાહન ચાલકો સામે કડક હાથે કામગીરી કરવામાં આવશે જેમાં ખાસ ખબર સાથે એસપી એ વાતચીત કરતા જણવ્યું હતું કે ટ્રાફિક રુલ ના પાલનમાં પ્રથમ ડ્રીંક ડ્રાયવ કરતા વાહન ચાલક અને કાળા કલરના કાચની કાર અને ઓવર સ્પિડીંગ ચાલતા વાહનો અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે જેમાં તેને ખાસ એ બાબતે ભાર મુક્યો હતો કે સામાન્ય માણસ અથવા સિનિયર સીટીઝન અને મહિલા અને ફેમેલી સાથે નીકળતા વાહન ચાલકોને પરેશાની ન થાય તેની તકેદારી રાખવાના આદેશ કર્યા છે.
એસપી હર્ષદ મેહતાએ ચાર્જ સાંભળતા વ્યાજખોરી કરનાર સામે લાલ આંખ કરી છે જેમાં બે દિવસ પેહલા વ્યાજખોરના ત્રાસથી એક પ્રૌઢ વ્યક્તિ એ ઝેરી દવા પી લેતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બનાવ એસપીને ધ્યાને આવતા વ્યાજખોર સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો વ્યાજખોર સામે કડક હાથે કામગીરી કરવાના તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવી છે તેની સામે હથિયાર સંબંધી જાહેરનામું જે બહાર પાડવામાં આવ્યુંછે તેમાં પણ કડક હાથે કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
- Advertisement -
ત્રણ દિવસમાં ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર સામે ધોસ
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર સામે એસપી હર્ષદ મેહતા ધોંસ બોલવાની શરૂઆત કરી છે જેમાં અનેક વાહનો ચાલકો સામે દંડ સહીત ટ્રાફિક નિયમનનું પાલન કરવામાં સફળતા મળી છે તેની સામે શહેરમાં દરેક સંવેદનસીલ વિસ્તારમાં સતત પોલીસ ખડેપગે પગે રહીને કામગીરી શરુ કરી છે તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેશમાં વધારો થયો છે અને ઊંચા વ્યાજે નાણા ધીરનાર ઈસમો સામે ધોરણસરની કાર્યવાહી શરુ કરી છે જેનાથી સામાન્ય જીવન જીવતા લોકોમાં જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકની છાપ એક સારા અને કુશળ અધિકારી તરીકે જોવા મળી રહી છે.
પ્રોહિબિશન અને ગેરકાયદેસર જુગારધામ પર રેઇડ
જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે પ્રોહિબીશન કરતા સામે પોલીસે ધોસ બોલાવી છે જેમાં જિલ્લામાંથી અનેક જગ્યાએથી વિદેશી દારૂ ઝડપાયો છે તેમજ અધિકમાસમાં જુગારધામ શરૂ થયા હોય તેમ જુગારીઓને ભાન કરાવવા અનેક વિસ્તારોમાં રેઇડ કરીને લાખો રૂપિયાનો જુગાર સાથે અનેક જુગારીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.