ગાંધીનગરના (૧) અરવલ્લી(૨) સાબરકાંઠા(૩) મહેસાણા(૪) ગાંધીનગર જિલ્લાના આંતરરાજ્ય ના નાસતા ફરતા આરોપીને પકડવા માટે શ્રી અભય ચુડાસમા સાહેબ પોલીસ મહાનિદેશક તેમજ શ્રી સંજય ખરાત અરવલ્લી જિલ્લા એસપી સાહેબ શ્રી તથા ટીમ ઇન્ચાર્જ કે. એસ. સૂર્યવંશી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન હેઠળ આંતરરાજ્ય ના નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી હાથ ધરી હતી . તે દરમિયાન આજરોજ કે. એસ. સિસોદિયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમ ના માણસો(૧) એ.એસ.આઇ કાંતિભાઈ નગાભાઈ (૨) અ. પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર કેશાભાઈ(૩) પો. કો. દક્ષાબેન પુંજાભાઈ ના ઓ સાથે નાસતા ફરતા આરોપી ની તપાસમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે આરોપીઓને પકડવામાં સફળતા મળી.
આરોપી.(૧) અમૃત ભાઈ ચંદુભાઇ બરંડા ઉંમર વર્ષ 22 રહેવાસી ગુડા ફૂલો ગુડા પાટીયા તાલુકો ખેરવાડા જિલ્લો ઉદયપુર રાજસ્થાન રાજ્ય. 2017 થી નાસતા ફરતા આરોપી એ અનેક મોટરસાયકલ ની ચોરીઓ કરેલ છે આરોપીની શોધી કાઢવા સફળતા મળેલ છે.

 જગદીશ સોલંકી સાબરકાંઠા.