ગોંડલના આગેવાન દિગ્વિજયસિંહ જાડેજા એ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખી રજુઆત કરી હતી કે,
અધિક નિયમક દ્વારા તા. 4/5/2020 ના પરિપત્રથી મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના અંતર્ગત આવકના દાખલ માટે કાઉન્ટર સાઈન કરેલ આવકના દાખલ માન્ય રાખવામાં નહિં આવે તેવો હુકમ કરવામાં આવેલ હતો. આ હુકમની ગંભીર અસરો ઉભી થઇ રહી છે.ખાસ કરીને ગંભીર બીમારી અને અશક્ત ઇનડોર પેશન્ટને આવકના દાખલા કે કાર્ડ રિન્યુલ કરવા માટે મુશ્કેલી થઈ રહી છે. બીમાર લોકો દાખલો લેવા માટે રૂબરૂ જઈ ફોટો પડાવી શકે તેમ નથી તેમને આ યોજનાથી વંચિત રહેવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આવી અન્યાથી વહીવટીક્ષતિના કારણે યોજના તળે સારવારના અભાવે ક્યારેક લાભાર્થીને સ્વજન ગુમાવવાનો વખત આવે તે સંભવ છે. રાજ્યની આ યોજના આદર્શ હોવાથી સમગ્ર દેશમાં વખણાય રહી છે.આ યોજના ખૂબ જ સારી અને સફળ થઈ છે.પરંતુ યોજનાને વધુ સરળ કરવામાં આવેતો નબળાવર્ગના દર્દીઓને વિશેષ લાભ મળી શકે છે.તેથી તા.૦૪-૦૫-૨૦૨૦ ના પરિપત્ર રદ થવો જોઈએ. તેથી કાઉન્ટર સાઈન વાળા દાખલા ફક્ત યોજના પુરતાજ માન્ય રાખવા તેવી રજુઆત છે. આ અંગે અમે અગાઉ અમારા તા.૧૧/૦૫/૨૦૨૦ના પત્રથી આપને રજુઆત મોકલી છે.આ રજુઆતમાં તંત્રનો એવો જવાબ મળેલ કે એક સૂત્રતા જળવાઈ રહે તે માટે રાજ્ય કક્ષાએ સદર નિર્ણય કરેલ છે.ગુજરાતની કથિત ગતિશીલ સરકાર આવી ગંભીર બાબતોમાં ગતિ દેખાડી શકી નથી પ્રજાકીય વેદના તરફ સંદતર દુર્લભ સેવાય રહ્યું છે. તેવું અંતમાં જણાવ્યું હતું.