સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા 3 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા. 07/12/2023ના રોજ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ 33 નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને 3.6 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ છે. શહેરના વોર્ડ નં. 02, 03, 07, 13, 14 તથા 17ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા નાગરિકોને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
જે દરમિયાન મધ્ય ઝોન વિસ્તારમાં કુલ – 19 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા તેમની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 01 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. વોર્ડ નં.01, 08, 09, 10, 11 તથા 12 ના વોર્ડ માં કુલ – 14 નાગરિકો જાહેરમાં ન્યુસન્સ કરતા જરૂરી કાર્યવાહી કરવામાં આવેલ અને 2.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું. વોર્ડ નં. 04, 05, 06, 15, 16 તથા 18માંથી 0.1 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું હતું.
જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા વધુ 33 નાગરિકોને દંડ કરાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/5-13.gif)