સિદ્ધાર્થ રાઠોડ : પરિપ્રેક્ષ્ય
પ્રસ્થાનઃ કલાનો સંબંધ સીધો ઈમાનદારી સાથે છે.
- Advertisement -
કલાના માધ્યમનો સંબંધ કલ્પના સાથે છે પણ જયારે સર્જક કોઈ ઐતિહાસિક મુદ્દ પર સર્જન કરે ત્યારે તેની પ્રમાણિતતા (credibility) પ્રત્યે તેનું દાયિત્વ ખરું કે નહિ? થોડા વરશો પહેલા આમિર ખાન અને બચ્ચનની ‘ઠગ્સ ઓફ
હિન્દુસ્તાન’ આવી કે જેમાં ઠગોને દેશપ્રેમી બતાવેલા હતા. હવે હરકિસન મહેતાની ક્લાસિક ‘પીળા રૃમાલની ગાંઠ’ વાંચીએ તો ખબર પડે કે જેને પિક્ચરમાં દેશપ્રેમી ચીતરવામાં આવ્યા છે તે ઠગોથી સામાન્ય લોકોતો ઠીક પણ
રાજાઓ અને અંગ્રેજ સરકાર પણ ત્રાસી ગયેલી. આંકડાઓ મુજબ તે સમયે વર્ષે દહાડે આશરે ૪૦૦૦ લોકો તે હત્યારા ઠગોનો ભોગ બનતા હતા.
તેના જેવો જ બીજો દાખલો હોલીવુડના ધ લાસ્ટ સમુરાઈ ફિલ્મનો છે. સમુરાઈ યોદ્ધાઓના જીવન પર આધારિત આ ફિલ્મમમાં તેમને સંસ્કૃતિ રક્ષક, દેશપ્રેમી બતાવવામાં આવ્યા
હતા. તેમાં કેન વાટાનાબીએ સમુરાઈ યોદ્ધાના પાત્રમાં અવિસ્મરણીય અભિનય કરેલ. તેના મૃત્યુનો સીન કે જયારે તે પોતાનું હાઈકુ બોલે છે તે મને ખુબ ગમતા દ્રષ્યોમાંથી એક છે. આ સીન તમે જુઓ તો તમેં તે યોદ્ધાઓ પ્રત્યે
પારાવાર સન્માન તથા ગોરાઓ પ્રત્યે અત્યંત નફરતની લાગણી થાય. હવે વાત એમ છે કે જયારે ફિલ્મ રિલીઝ થઇ ત્યારે અમુક જાપાની વિદ્વાનોએ તેમાં સામુરાઈ લડવૈયાઓના ચિત્રણ સામે વાંધો ઉઠાવ્યો અને ધારણાઓથી
વિપરીત એમને વાંધો એ હતો કે આ ફિલ્મમાં બતાવેલા છે તેવા સારા સમુરાઈ ન હતા. રાધર, તેઓ પૈસા માટે કામ કરનારા ભાડુતી સૈનિકો હતા. તેમાંથી કેટલાક તો તે સમયે ગોરાઓની સરકારના તરફી હતા. લો કર લો બાત!
‘ધુરંધર’ ફિલ્મમાં પણ વાસ્તવિકતા વિરુદ્ધ કાલ્પનિકતાનું પ્રમાણ વધારે છે. જેમ કે… ખોટી સમયરેખા (Timeline): કંધાર હાઇજેકિંગ (૧૯૯૯), સંસદ હુમલો (૨૦૦૧) અને મુંબઈ હુમલા (૨૦૦૮) જેવી વર્ષોના અંતરે બનેલી
અલગ-અલગ ઐતિહાસિક ઘટનાઓને ફિલ્મમાં ખૂબ જ ટૂંકા ગાળામાં એક જ મિશન તરીકે જોડી દેવાઈ છે.
પોલીસ અને ગેંગસ્ટરનું નાટકીયકરણઃ કરાચીના એસપી ચૌધરી અસલમ અને ગેંગસ્ટર રહેમાન ડકૈત વચ્ચેની જટિલ લડાઈને કમર્શિયલ મસાલા ફિલ્મની જેમ રજૂ કરાઈ છે, જેમાં ભારતીય એજન્ટનો સીધો હસ્તક્ષેપ બતાવાયો
છે જે વાસ્તવિકતાથી દૂર છે. અવાસ્તવિક જાસૂસી (RAW Protocols): અંડરકવર એજન્ટનું પાત્ર પાકિસ્તાનના રાજકારણીની પુત્રી સાથે લગ્ન કરે છે અને હાઈ-પ્રોફાઈલ થઈને ફરે છે. વાસ્તવિક જાસૂસો મીડિયા કે લાઈમલાઈટથી
દૂર, અત્યંત શાંતિથી કામ કરે છે.
પાત્રોનું અતિ-નાટકીયકરણઃ અજીત ડોભાલ, ઇલ્યાસ કાશ્મીરી અને દાઉદ ઇબ્રાહિમ જેવા રિયલ લાઈફ પાત્રો પરથી પ્રેરિત કેરેક્ટર્સના અંગત જીવન અને મિશનના પરિણામોને માત્ર દેશભક્તિના જોશ અને મનોરંજન માટે બદલ
નાખવામાં આવ્યા છે.
પૂર્ણાહુતિ : આમને આમ ચાલ્યું તો માણસો ફિલ્મોને રિયાલિટી અને રિયાલિટીને કોઈ ફિલ્મ માની લેશે.




