કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
ધર્મેન્દ્રનો પ્રિય ડાયલોગ (ડાયલોગ આમ તો બે જણ વચ્ચે હોય એને જ કહેવાય) હતો. “કુત્તે કમીને મે તેરા ખૂન પી જાઉંગા”.. અહિયાં ધર્મેન્દ્ર શબ્દશઃ કોઈનું લોહી પીવા નથી માંગતો હોતો કે નથી કોઈને શબ્દશઃ કૂતરા કહેતો
હોતો..
પણ ગાળનું કામ જ એ.. સામેવાળાને સજ્જડ રીતે ઘાયલ કરી દેવાનું..
હમણાં અમુક હલકી બુદ્ધિના લોકો, આંદોલનને નામે, જંતર મંતર પર નીચ કક્ષાની ગાળો બોલતા દેખાયા સંભળાયા.. અને પછી તો ક્ષમા માંગતા વિડિયો પણ બનાવતા દેખાયા.. ભારતમાં ફિલ્મો અને ટીવી સિરીઝ પણ હવે
ગાળો સિવાય ભાગ્યે જ બને છે.. ગાળોને નોરમલાઈઝ કરવાનું કામ બહુ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું છે.
ગળામાંથી નીકળે એટલે એને ગાળ કહેવાતી
હશે.. તંત્રમાં ગળાથી નીકળે એને વૈખરી
વાણી કહેવાય.. વૈખરી વાણી એ વાણીના
ચાર પ્રકારોમાં નિકૃષ્ટ પ્રકાર કહેવાય છે.
પરા, મધ્યમાં, પશ્ચંતી અને વૈખરી એમ ચાર પ્રકારની વાણી હોય છે. એમાં જે પરા છે તે સહુથી ઉચ્ચ કક્ષાની વાણી ગણાય છે અને વૈખરી નિમ્ન કક્ષાની.
વૈખરી વાણી એટલે?
એ જ વાણી જે છાપા, ન્યુઝ ચેનલ, સોશિયલ મીડિયા, સિરીઝ, મુવીઝ વગેરેમાં આપણે સાંભળીએ છીએ. ઍ જ લજ્ઞજ્ઞમ ળજ્ઞક્ષિશક્ષલ કે જય શ્રીકૃષ્ણ જે આપણે શિષ્યચાર ખાતર બકી નાખીએ છીએ. ઉપર છલ્લી વાણી.. ગાળો
પણ એવી જ વાણી છે પરંતુ તે તો નિમ્ન કક્ષાની વાણી છે જે
બોલતા દોષ લાગે છે.
આજે ટીવી, મીડિયા અને બીજા રાજકીય, ધાર્મિક અને સામાજિક પ્રકારના ગોકિરામાં વૈખરી વાણીનો અતિરેક થયો છે. માનસિક રોગો એટલે જ વધ્યા છે કે લોકો સતત આવી જૂઠ ભરી, ભ્રમિત કરતી વાણી સાંભળે છે.. સતત
કાનની અંદર ઇયરફોન કે એરપોડ નાખીને સંગીત કે ન્યુઝ કે યુટ્યુબ સાંભળે છે.. તહેવારોમાં ઈશ્વરનું મહત્વ ઘટીને લાઉડસ્પીકર નું મહત્વ વધી ગયું હોય એમ દરેક તહેવાર લાઉડસ્પીકર વિના અધૂરો હોય એમ એમાં સતત
ઘોંઘાટ કરવામાં આવે છે..
આ વૈખરી વાણી એ લોકોના જીવન અશાંત કર્યા છે.
લોકો પાસે બધું છે, અનેક સુવિધાઓ છે, અનેક આનંદ પ્રમોદના સાધનો છે પણ માણસ સતત સ્ટ્રેસમાં રહે છે.
વૈખરી વાણીનું ઉત્પતિ સ્થાન ગળું કહેવાય છે.તો પરા વાણીનું ઉત્પતિ સ્થાન મૂળાધાર ચક્ર કહેવાય છે. પરા વાણી શ્રેષ્ઠ છે . પરા એટલે એવી વાણી જેમાં શબ્દ છે જ નહિ, ચિત્ર પણ નથી.. કોઈ વિચાર પણ નથી.. એવી ઊંડી
વાણી..ઊડેથી મળેલા આશીર્વાદ કે શ્રાપ બેય આ પરા વાણીના હોય છે.કહેવાય છે કે પરા વાણીના આશીર્વાદ અને શ્રાપ ને કોઈ ફેડી શકતું નથી. ભાગ્યના નિર્બળ ને જો પરા વાણીનો આશીર્વાદ મળે તો એનો બેડો પાર ..અને જો
ભાગ્યશાળીને પરા વાણીથી કોઈ શ્રાપ આપે તો એનો બેડો ગરક.. એવો શક્તિશાળી એનો પ્રભાવ છે .પજ્યંતી એટલે જે વાણીમાં શબ્દ ઓગળી ગયા છે પણ
કેવળ ચિત્રો, દ્રશ્યો છે.. આ વાણી સ્વાધિષ્ઠાન ચક્રથી નીકળે છે.
મધ્યમા વાણી એટલે એવી વાણી કે જે મનમાં બોલાય છે.આપણે સતત કોઈ સાથે વાત કરતા હોઈએ છીએ, અથવા એમ કહો કે આપણી સાથે સતત કોઈ વાત કરતું હોય છે .. એ જે અવાજ છે તે મધ્યમાં વાણી. એનો સોર્સ
(સ્ત્રોત) છે અનાહત ચક્ર. વૈખરી વાણી ને નીચી પ્રકારની વાણી ગણી એટલે એનું મહત્વ ઘટી જતું નથી… વૈખરીના ગુણ ગાન પણ એટલા છે.
આજના સમયમાં વૈખરી નો યોગ્ય ઉપયોગ કરવા વાળા ખૂબ સુખ યશ સફળતા અને આનંદ મેળવે છે. મિત્તભાષી લોકો જે ઓછું પણ મીઠું બોલે છે તે અવશ્ય સુખી થાય છે. સામે કડવું અને વધુ બોલવા વાળા હમેશા દુઃખી હોય
છે — તે વૈખરી વાણીનો પ્રભાવ. મંત્રોના જાપ જ્યારે મોટેથી કરાય તે વૈખરી છે. દરેક ધર્મ માપસર ઊંચે અવાજે ભજન કીર્તન મંત્ર જાપ અને ગીતોને મહત્વ આપે છે. જોરથી ભારતમાતા કી જય બોલાય એમાં જે ગૌરવ
અનુભવાય એ વૈખરીનો પ્રભાવ છે. કોઈ મોટીવેશનલ સ્પીકરને સાંભળીને
એકદમ ઉત્સાહ અનુભવ થાય, ગીતાજી ઉપર પ્રવચન સાંભળીને હતાશા દૂર થાય એ વૈખરી નો તો પ્રભાવ છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને રીતસર ગાઈને ઉપદેશ આપે છે એટલે તો આ જે ઉપદેશ છે એને ભગવાનનું ગીત
અથોત ભગવદ ગીતા કહેવાય છે !! મહાન સંતો મહાત્માઓ વૈખરી વાણીમાં પ્રવચનો અને ઉપદેશો કરતા ગ્યા છે. વેદ વાણી વૈખરી એવું પ્રાચીન સંત સાહિત્યમાં
અનેક વાર આવે છે. કેમકે વેદોની વાણી
ભલે ઋષિઓના મનમાં બહુ ઊડેથી ઉત્પન્ન થયેલી હોય, એને ઋષિઓએ વૈખરી
સ્વરૂપમાં આલેખેલી છે. જેથી દરેકને એનો અર્થ પ્રગટ થાય નહિ. વેદોમાં અશ્વમેધ યજ્ઞ આવે તો સામાન્ય માણસને તે ઘોડાનો વધ કરવાનો યજ્ઞ સમજાય પણ વાસ્તવમાં તે ઘોડા સાથે નહિ પણ શ્વાસ સાથે જોડાયેલ યજ્ઞ છે!
અશ્વ અશ્વ એમ વારંવાર બોલો ત્યારે એ શ્વાસ બને છે.. વેદો આ પ્રકારની વાણીથી રચાયેલા છે. આથી અનેક પરદેશી વિદ્વાનો એનો અર્થ જાણી શક્યા કે પામી શક્યા નથી.
સંતોની વાણી પણ એવી છે, પુરાણો પણ વૈખરી વાણીમાં લખાયેલા છે.
ગણપતિનું માથું કાપીને શિવ એને હાથીનું માથું લગાડે તે ઘટના એકદમ તાંત્રિક છે. માતા પાર્વતી પોતાની માટી/મેલમાંથી ગણપતિ બનાવે તે વાત પણ એકદમ વૈખરી માં લખાયેલી ગુપ્ત સમજણ છે. વિષ્ણુ પુરાણમાં આવતું
સમુદ્ર મંથન પણ વૈખરી રીતે લખાયેલ દ્રષ્ટાંત છે. કબીર દાસના દોહા પણ વૈખરીમાં લખાયેલા છે. આકાશમાં કૂવો, વૃક્ષ ઉપર માછલી, નવ બારણાં વાળું મકાન, ગોમાંસ ભક્ષણ વગેરે જેવા અનેક વૈખરી વાણીના દ્રષ્ટાંત થી
આપણા યોગ અને તંત્રની પરંપરા ભરેલી છે.
નાક્ષર મંત્રો નાસ્તિ અર્થાત્ કોઈ એવો અક્ષર નથી કે જે મંત્ર ના હોય.
આથી જાળવીને બોલવું જરૂરી છે.. ક્યારે કઈ વાણીમાં ક્યો મંત્ર નીકળી જાય અને એનું શું પરિણામ આવે એનું જ્ઞાન સર્વોચ્ચ જ્ઞાન છે.. એ જ્ઞાન ના હોય તો મિત્તભાષિ અને મૃદુભાષી રહેવું જ ઇષ્ટ અને શ્રેષ્ઠ છે.




