ખાસ-ખબર સંવાદદાતા
ઈન્ડિયન ટીમે રાજકોટમાં રમાયેલી ચોથી ઝ20 ઈન્ટરનેશનલ મેચમાં દ.આફ્રિકાને 82 રનથી હરાવી દીધી છે. આ જીતની સાથે જ ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. ભારતની આ જીતનો હીરો ઈન્દોરનો રહેવાસી ફાસ્ટ બોલર આવેશ ખાન છે.
રાજકોટના જામનગર રોડ પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સાંજે 7 વાગ્યે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચા ટી-20 મેચ શરૂ થશે. જોકે સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે પ્રેક્ષકો સાડા ચાર વાગ્યાથી જ ઉમટી પડ્યા છે. પ્રેક્ષકો માથે સાફો અને ગાલે તિરંગો દોરાવી મેચ જોવા આવ્યા છે. એક યુવાને જણાવ્યું હતું કે, ઇન્ડિયન ટીમનો જુસ્સો વધારીશું. જોકે સ્ટેડિયમમાં વરસાદ પડતા પીચને તાલપત્રીથી ઢાંકવામાં આવી હતી. હાલ વરસાદી ઝાપટું રહી જતા પીચ ખુલ્લી કરવામાં આવી છે અને મેદાન પર રોલર ફેરવવામાં આવ્યું છે. મેચ જોવા આવેલા રાજકોટના જીજ્ઞેશ તોકિયાએ જણાવ્યું હતું કે, હું મારી પત્ની સાથે મેચ જોવા આવ્યો છું, સ્ટેડિયમ અમારા ઘરથી બહુ જ નજીક થાય છે. આ સ્ટેડિયમમાં જેટલા મેચ રમાયા છે તે અમે નિહાળ્યા છે. આજે પણ ભારતની ટીમને સપોર્ટ કરવા આવ્યા છીએ. 2019માં બાંગ્લાદેશ સામે ભારતની ટી-20 મેચ હતી તે જોવા આવ્યા હતા. ઓરિસ્સાથી 5 યુવાન પણ મેચ જોવા ઉમટ્યા છે. યુવાનોના જણાવ્યા પ્રમાણે અમે અગાઉ પણ રાજકોટ 6 વખત મેચ નિહાળવા આવ્યા હતા.
- Advertisement -
ટેરોટ કાર્ડ રીડર મીરા ભટ્ટની આગાહી સાચી ઠરી: ભારત મેચ શાનદાર રીતે જીત્યું
રાજકોટમાં ગઈકાલે રમાયેલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ ટી-20 મેચમાં 82 રને ભારતે જીત મેળવી છે. જેની આગાહી પ્રખ્યાત ટેરોટ કાર્ડ મીરા ભટ્ટે કરી હતી. ટેરોટ કાર્ડ રીડર મીરા ભટ્ટે કાર્ડના આધારે એવું કહ્યું હતું કે, ટી-20 મેચમાં ભારતની શાનદાર જીત થશે જેનું કથન સાચું પડ્યું છે. ગઈકાલે રાજકોટમાં જબરજસ્ત રીતે ક્રિકેટ ફીવર છવાયો હતો. લોકોમાં એક અનેરો પ્રકારનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો. ત્યારે જ ટેરોટ કાર્ડ રીડર મીરા ભટ્ટે મેજર કાર્ડના આધારે પ્રિડિક્શન કર્યું હતું કે, ટી-20 મેચમાં દક્ષિણ આફ્રિકા હારશે અને ભારત જીતશે. અને સાચે એવું જ થયું. સેક્રેડ ઈન્ડિયન ટેરોટ કાર્ડના ભાગ્યફળ પ્રમાણે ભારતની જીત માટે ધ વર્લ્ડઝ અને દક્ષિણ આફ્રિકા માટે ડેથ નામનું કાર્ડ નીકળતા ભારતની જીત થશે તેવું સ્પષ્ટપણે મીરા ભટ્ટે જણાવ્યું હતું.
(મીરા ભટ્ટ- 9913574454)