કુતિયાણા પોલીસે આરોપીને ઈશ્વરિયાના પાટિયાં પાસેથી ઝડપી લીધો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.20
- Advertisement -
દુષ્કર્મના ગુનામાં વચગાળાના જામીન પરથી 1 વર્ષથી ફરાર થયેલ આરોપીને કુતિયાણા પોલીસે ઇશ્વરિયા ગામના પાટિયા નજીકથી ઝડપી લીધો છે.પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ફરાર આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના સીધા માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ મથકના પી.એસ.આઈ કે.એન.ઠાકરીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન પી.એસ.આઈ ઠાકરીયાને બાતમી મળેલ કે, કુતિયાણા પોલીસ મથકે નોંધાયેલ દુષ્કર્મ તથા પોકસો મુજબના ગુન્હાનો ડૈયર ગામના પાટીયા પાસે રહેતો આરોપી હ2દાસ ઉર્ફે સદુ વેજા સોલંકી પોરબંદર ખાસ જેલના કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહેલ હતો. આ આરોપી હરદાસ ઉર્ફે સદુ વચગાળાના જામીન પરથી ફરાર થયેલ જે છેલ્લા એક વર્ષથી ફરાર હોય અને હાલ ઇશ્વરિયા ગામના પાટીયા પાસે આવેલ હોય તેવી હકીકતના આધારે પોલીસે તપાસ કરતા, આ આરોપી મળી આવતા પોલીસે તેને દબોચી લઇ જેલ અધિક્ષક ખાસ જેલ પોરબંદર ખાતે સોંપી આપેલ છે.