સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસાયટીમાં મનુભાઈ વોરા ચિલ્ડ્રન – સિનિયર સિટિઝન પાર્કનું વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘાટન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં મનુભાઈ વોરા ચિલ્ડ્રન – સિનીયર સિટીઝન પાર્કનું પૂર્વ નાણા મંત્રી અને ગવર્નર વજુભાઈ વાળાના હસ્તે ઉદ્ઘઘાટન થયું હતું. મનુભાઈ વોરા મેમોરીયલ ટ્રસ્ટ અને સીઝન્સ સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટનાં આર્થિક સહયોગથી આ પાર્કનું સર્જન થયું છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી સોસાયટીનાં પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયા, સોસાયટીનાં પ્રથમ પ્રમુખ આર ડી આરદેશણા, સોસાયટીનાં મંત્રી અને સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટનાં ચેરમેન અજય જોશી, મેનેજીંગ ટ્રસ્ટી અલ્કાબેન વોરા અને અન્યો ઉપસ્થિત હતા.
જાણીતા સમાજસેવી સ્વ. મનુભાઈ વોરાની સ્મૃતિમાં માતબાર રકમના દાનથી બનેલા ચિલ્ડ્રન અને સીનીયર સિટીઝન પાર્કનું નિર્માણ થયું જેને પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે એમણે મનુભાઈ વોરા સાથેના પોતાના સબંધોને યાદ કર્યા હતા અને જણાવ્યું હતું કે, મનુભાઈ અન્યો માટે કરી છૂટવા તત્પર રહેતા. રાજકોટ બાલભવન સહીત અનેક સંસ્થાઓનાં સર્જનમાં એમની ભૂમિકા રહી હતી.
આજે સૌરાષ્ટ્ર યુનીવર્સીટી કર્મચારી સોસાયટીમાં એમના નામે પાર્ક બન્યો છે એ આનંદની ઘટના છે.
આ પાર્કમાં બાળકો રમતા થશે અને એમના કિલ્લોલથી વાતાવરણ ગુંજશે એ દૃશ્યો હું કલ્પી શકું છું. આ સોસાયટીને બહુ સસ્તામાં જમીન મળી હતી પણ સોસાયટી માટે જેમને વિચાર આવ્યો એ સૌથી મહત્વનું છે. અહી વિવિધ પ્રવુતિઓ થાય એવી મારી શુભેચ્છા છે.
- Advertisement -
આ સોસાયટીનાં પ્રથમ પ્રમુખ આર ડી આરદેશણાએ સોસાયટી કઈ રીતે સ્થપાઈ એની વિગતો આપી હતી. જુની યાદો તાજી કરી હતી. એમણે કહ્યું કે, ઘણી બધી કર્મચારી સોસાયટીનાં સર્જનમાં મારી ભૂમિકા રહી છે. વર્તમાન પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયાએ સંસ્થાના ઇતિહાસથી માંડી અને સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓની વિગતો આપી હતી.
સોસાયટીનાં 50 વર્ષના પ્રસંગે બહુરંગી સોવીનીયર બન્યું અને એ વિષે પણ માહિતી આપી હતી. અન એમણે સોસાયટીમાં અન્ય સંભવિત પ્રવૃત્તિઓ અંગે ભવિષ્યની રૂપરેખા પણ આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા સમાજસેવી અનુપમ દોશીનું પણ અભિવાદન કરાયું હતું. સંચાલન ડો. સેજલ ભટ્ટ અને જીતેશકુમાર એમ. પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું. સોસાયટીના કલ્ચરલ ફોરમના સભ્યો ડો. સેજલબેન ભટ્ટ, મતી ગીતાબેન ભરતભાઈ વાછાણી, ડો. સ્વાતિબેન યોગેશભાઇ જોશી અને પૂર્વ સભ્ય મતી કાજલબેન જયુલભાઈ ખેરડીયા ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રો. અનામિક શાહ, અનુપમભાઈ દોશી, સોસાયટીના સ્થાપક મંત્રી યુ. એન. પંડ્યા, ડી. બી. દવે, એન. એસ. ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ પ્રો. યુ. વી. મણવર, ડી. પી. ત્રિવેદી, સહમંત્રી અજયસિંહ પરમાર, સહમંત્રી રમેશ સભાયા, શૈલેષ પટેલ, કૈલેશકુમાર તન્ના, મૌલિકસિંહ ભટ્ટી, એચ. એમ. રાજા સહિત તમામ કારોબારી સમિતિના સભ્યો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, અમરસિંહ રાબા, હિન્દુસ્તાન પ્રોજેક્ટના ભીમાભાઇ કેશવાલા, કર્મયોગી કોલેજના ટ્રસ્ટી ડો. શાંતિલાલ વીરડીયા, રાજકોટના નામાંકિત ડોક્ટર્સ અને અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.
સોસાયટીનાં પૂર્વ અને વર્તમાન હોદેદારો તેમજ સીઝન્સ સ્ક્વેર ટ્રસ્ટના ભરત દુદકિયા તેમજ નવરંગ નેચર ક્લબના વી. ડી. બાલા તેમજ મહેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને અંતે વરિષ્ઠ પત્રકાર નિલય ઉપાધ્યાય સાથે કલ્પેશ ઉપાધ્યાય અને એડવોકેટ જગદીશ ભટ્ટ વગેરેએ સુંદર ગીત રચના પ્રસ્તુત કરી હતી.