ખાસ-ખબર સંવાદદાતા
કોડીનાર આમ આદમી પાર્ટી દ્વારા વીજ વપરાશના દરોમાં થઈ રહેલો ભાવ વધારો પાછો ખેંચવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ માં 32 % નો ઘટાડો થતા પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરવા બાબતનું આવેદનપત્ર 92- કોડીનાર વિધાનસભા આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મુખ્યમંત્રીશ્રી ગુજરાતને કોડીનાર મામલતદારના માધ્યમથી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને વીજદરમાં વધતા જતા ભાવને પરત ખેંચી લેવાની માંગ કરી હતી જેમાં કોડીનાર મત ક્ષેત્રના આપના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.