ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે એક રેઢીયાળ ગાયનું જિલ્લા એનિમલ હેલ્પલાઇનની ટિમ દ્રારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છેં. અતિશય પીડા અને દુ:ખ હોવાના લીધે ગર્ભમાં પેટમાં સાત મહિનાનું ગૌવંશ પર પણ જોખમ ઉભું થયું હતું જેને ધ્યાને લઈ સામાજિક કાર્યક્રર સિન્ધુભાઈ દિલસે દ્રારા એનિમલ હેલ્પલાઇન ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ સ્થિત હરીબાપુ આશ્રમ ખાતે ગાયની સર્જરી હાથ ધરી હતી. આ સર્જરીમાં કલાકો સુધી પશુ ચિકિત્સક દ્વારા પ્રયત્ન બાદ અને ગાયનું સફળ સર્જરી પૂર્ણ થતા ગમતા સાથે ગર્ભમાં રહેલા ગૌવંશનો પણ જીવ બચી ગયો હતો.


