By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    3 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    3 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    3 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    3 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    5 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    5 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટિયન્સ પર 95 કરોડનો તોતિંગ કરબોજ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટિયન્સ પર 95 કરોડનો તોતિંગ કરબોજ
રાજકોટ

રાજકોટિયન્સ પર 95 કરોડનો તોતિંગ કરબોજ

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 5:15 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ₹3595.7 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું

રહેણાંક મિલકતનો સફાઈ વેરો ₹365થી વધારીને ₹800 અને પાણીવેરો ₹1500ના બદલે ₹2400 લેવા સૂચન

- Advertisement -

મકાન અને થિયેટર ટેક્સ યથાવત: કમિશનર દ્વારા સૂચવાયેલો વેરો ચૂંટણી વર્ષના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રદ્દ કરવામાં આવે તેવી શક્યતા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 3595.70 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જો કે, આ વખતે સફાઈ વેરો અને પાણીવેરામાં વધારાનું સૂચન કરાયું છે જેમાં સફાઈ વેરામાં રહેણાંક મિલકતમાં 365થી 800 અને બિન રહેણાંક મિલકતનો વેરો 1460થી 3200 કરવા જ્યારે પાણી વેરામાં રહેણાંત મિલકતના 1500થી 2400 અને બિન રહેણાંક મિલકતમાં 3000થી 4800નો વેરો કરવા કમિશનરે સૂચન કરાયું છે. વર્ષ 2025-26નું વર્ષ વેરા વસુલાત શાખા માટે ખૂબ જ મહત્વનું રહ્યુ છે. અત્યાર સુધીમાં કુલ 4,07,219 કરદાતાઓએ મિલકતવેરાની ભરપાઈ કરેલ છે જેનાથી કુલ રકમ રૂ. 347 કરોડની વસુલાત થવા પામેલ છે. ચાલુ નાણાકીય વર્ષે રકમ રૂ. 455 કરોડની આવક થવાનો અંદાજ છે. અને આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે વેરાની આવકનો રકમ રૂ. 501.00 કરોડ તથા સૂચિત વેરા વધારો મંજુર થયે અંદાજિત રકમ રૂ. 95.00 કરોડ મળી કુલ રકમ રૂ. 596 કરોડનો અંદાજ રાખવામા આવેલ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. અમદાવાદ ખાતે આગામી સમયમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને રાખી રાજકોટના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એડવાન્સ સ્ટેજ પર લઈ જવામાં આવશે. આ માટે શહેરના ત્રણેય ઝોનમાં ઙઙઙ ધોરણે આધુનિક રમતગમતની સુવિધાઓ વિકસાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સ હાથ ધરાશે. જામનગર રોડ પરનો સાંઢિયા પુલ બ્રિજ (રૂ. 74.33 કરોડ) વર્ષ 2026-27માં પૂર્ણ થશે. કાલાવડ રોડ પર કટારીયા ચોકડી પાસે રૂ. 167.24 કરોડના ખર્ચે થ્રી-લેયર ફ્લાયઓવર અને અન્ડરબ્રીજની કામગીરી પ્રગતિમાં છે.

- Advertisement -

વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સને લઈને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા માટે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાશે

શહેરના વિવિધ વિસ્તારોમાં 3170 નવા આવાસ, નવા વેક્યુમ સ્વીપિંગ મશીન, ગ્લૉ ગાર્ડન, આઈ-વૅ પ્રોજેકટ 2.0 સહિતની નવી યોજનાઓ

આગામી વર્ષે રૂ. 596 કરોડના વેરાની વસૂલાતનો લક્ષ્યાંક રાજકોટ મનપાના કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આજે 3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2025-26માં કુલ 4.07 લાખ કરદાતાઓએ 347 કરોડની ભરપાઈ કરી છે જેનો લક્ષ્યાંક 455 કરોડ રાખવામાં આવ્યો છે. જયારે હવે આગામી વર્ષે 2026-27માં વેરાની આવક લક્ષ્યાંક 596 કરોડ રાખવામાં આવ્યો છે. વર્ષ 2018માં સૂચવેલ મકાન વેરો યથાવત રાખી રહેણાંક મિલ્કતમાં પ્રતિ ચોરસ મીટર 11 રૂપિયા અને બિન રહેણાંકમાં 25 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત વાહન વેરામાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી અને 99,999 કિંમતના વાહનોમાં 1.5%, 1 લાખથી 7.99 લાખ કિંમતના વાહનો પર 2.5% અને 8 લાખથી વધુ કિંમતના વાહનો પર 3% વાહન વેરો વસૂલવામાં આવશે.

અચઈં સુધારવા 5.30 લાખ વૃક્ષો વાવવા અને બોટનિકલ ગાર્ડનનું આયોજન
રાજકોટ શહેરની હવાની ગુણવત્તા સુધારા વધારા માટે 5.30 લાખ વૃક્ષો વાવવામાં આવશે. 20 હેક્ટરમાં બોટનિકલ ગાર્ડન ઊભું કરવામાં આવશે. લાલપરી તળાવ નજીક વૃક્ષો વવાશે. જ્યારે 138 ઈ-બસ અને 100 સીએનજી બસ પરિવહન માટે ખરીદવામાં આવશે જેને લઈને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થઈ શકે. રેસકોર્ષ ખાતે નવો ગ્લો ગાર્ડન વિકસાવાશે.

સાયકલની ખરીદી પર ₹1000ની સહાય
સ્માર્ટ સિટી રાજકોટને પ્રદૂષણ મુક્ત બનાવવા અને લોકોમાં સાયકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા માટે મહાનગરપાલિકાએ ખાસ સબસીડી યોજના અમલી બનાવી છે. આ યોજના અંતર્ગત નવી સાયકલ ખરીદનાર નાગરિકોને આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. નવી સાયકલની ખરીદી પર લાભાર્થીને 1000 ની સબસીડી મળશે. મનપા દ્વારા આ વર્ષે અંદાજે 2500 જેટલા શહેરીજનોને આ યોજના હેઠળ આવરી લેવાનું આયોજન છે. આ પ્રોજેક્ટ માટે મહાનગરપાલિકાએ અંદાજે રૂ. 25 લાખની જોગવાઈ કરી છે.

રોડ રસ્તા માટે ₹254 કરોડની જોગવાઈ
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગત વર્ષે લીવેબલ થીમ સાથે બજેટ તૈયાર કરવામાં આવ્યું હતું જેમાં નગર એટલે કે નળ, ગટર અને રસ્તાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. જેમાં વર્ષ 2025-26 દરમિયાન 138.05 કરોડના ખર્ચે 179.83 કિલોમીટરના રસ્તા કાર્પેટ/રી-કાર્પેટ કરવામાં આવ્યા હતા અને હવે આ વર્ષે 2026-27માં રોડ રસ્તા માટે રૂ.254 કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

1986નો ‘વોટર ટ્રેન’ ખર્ચ હવે ગ્રાન્ટમાં ફેરવવા રાજ્ય સરકારને રજૂઆત
વર્ષ 1986-87 દરમિયાન પાણીની તીવ્ર અછત સર્જાઈ હતી અને તે વખતે વિશ્ર્વ બેંક તરફથી રાજ્ય સરકારના પાણી પૂરવઠા બોર્ડને રૂ.5.43 કરોડની રકમ મળી હતી. પાણીની કટોકટી વખતે ટ્રેન દ્વારા રાજ્ય સરકારે પાણી પૂરૂ પાડેલ તેની રકમ રૂ.17.15 કરોડની રકમ વિવાદમાં છે. આ રકમને ગ્રાન્ટ તરીકે ગણવા અંગે રાજ્ય સરકારને રજૂઆત કરાઈ છે.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બંગાળ SIR સુપ્રીમ કોર્ટમાં લાઈવ સુનાવણી: ચૂંટણી પંચ એ વોટ્સએપ કમિશન છે, મમતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું
Next Article 1900 કરોડના બેનામી ટ્રાન્જેક્શન મળી આવ્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?