પંચમહાભૂતમાં શરીર વિલીન થતા પહેલા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સમાજમાં ઘણીવાર એવું જોવા મળે છે કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈને માનવતાવાદી કાર્યને લોકો પ્રાધાન્ય આપતા હોય છે. આવો જ એક કિસ્સો કુમારી હીર પ્રફુલભાઈ ઘેટીયાનો છે.
કુમારી હીર પ્રફુલભાઈ ઘેટીયા ઉંમર વર્ષ વર્ષ 16 ને આજથી એક મહિના પહેલા બ્રેઈન હેમરેજ થયેલું હતું અને તે માટે મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ તેની તબિયત સારી થતા હોસ્પીટલમાંથી રજા આપી તેમને ઘરે મોકલવામાં આવ્યા હતા, પરંતુ ઘરે ગયા પછી તેણે અચાનક શ્વાસ અને હૃદયની તકલીફ થતા તાત્કાલિક તેમને ફરી હોસ્પિટલે લઇ આવવા આવ્યા અને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા મગજના એમઆરઆઈ રિપોર્ટ કરાવતા માલુમ પડ્યું કે તેમને મગજનો 80 થી 90 ટકા ભાગ કામ નહોતો કરતો આથી આઈસીયુમાં દાખલ કરી અને સઘન સારવાર આપવામાં આવી હતી પરંતુ ડોક્ટર અને સગા વાલાઓની અર્થાત મહેનત પછી પણ દર્દીની તબિયતમાં કોઈ સુધારો ન જણાતા દર્દીનું આજરોજ તારીખ 15 મે 2024 ના રોજ અવસાન થયુ હતું.
નાની ઉંમરની દીકરી હોવા છતાં માતા-પિતા દ્વારા ખૂબ જ કઠિન એવો ચક્ષુદાન અને દેહદાનનો નિર્ણય લેવામાં લઇ સમાજ ને પ્રેરણા રૂપ દાખલો બેસાડ્યો હતો. કુમારી હીર અભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતી અને આ વર્ષે ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી અને તાજેતરમાં જ તેનું પરીક્ષાનું પરિણામ ખુબ જ સરસ 99.7 રેન્કિંગ આવેલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કુમારી હીરનું સ્વપ્ન ડોક્ટર બનવાનું હતું. જેથી જેને દાનમાં ચક્ષુ મળેલ છે તેની પાસેથી અપેક્ષા રાખીએ કે તેઓ ડોક્ટર બનવાનું કુમારી હીરનું મહત્વકાંક્ષી સ્વપ્ન સાકાર કરે અને દેહદાન થકી મેડીકલના વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનમાં સફળતાના શિખરો સર કરે.