પ્રદ્યુમન નગરના PI ભાર્ગવ ઝણકાટની અનોખી પહેલ; મોબાઈલ, પોકેટ અને બાઈક ચોરી અટકાવવા પ્રયાસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
- Advertisement -
વાહન ચોરી તથા મોબાઈલ ચોરીના બનાવો બનતા અટકાવવા માટે આજે રોજ પ્ર.નગર પોલીસ સ્ટેશન દ્વારા સિવિલ હોસ્પિટલ તથા બાલ ભવન ખાતે મેળામાં સ્ટીકર લગાવી જનજાગૃતિ માટેના પ્રયાસો કરેલ હતા. બાલ ભવન ખાતે હાલમાં મેળો ચાલી રહ્યો છે. મેળામાં કોઈ પાકીટ ચોરી કે મોબાઈલ ચોરી કે બાઈક ચોરીના બનાવો નાં બને તે માટે પ્રયત્ન કરેલ છે. સિવિલ હોસ્પિટલમાં SECURITY સ્ટાફ સાથે સંકલન કરી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન જાણ કરવા સમજ કરેલ છે.