ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા કલેકટર જી. ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નોની સમીક્ષા કરી યોગ્ય પગલાં લેવા સંબંધિત વિભાગોને સુચના આપવામાં આવી હતી. આ બેઠક અન્વયે રોડ-રસ્તા, પીવાનું પાણી, પાણીના જોડાણ, કેનાલ અને સિંચાઈ સુવિધા, તળાવોમાં પાણી ભરવા જોડાણ ઉભું કરવા, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઈટ વગેરેને લગતા પ્રશ્નોની સમીક્ષા કરી સમયમર્યાદામાં જરૂરી પગલાઓ લેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા સાથે જીલ્લા પંચાયત પ્રમુખ, મોરબી માળીયા અને હળવદના ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, મોરબી અને વાંકાનેરના પ્રાંત અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા સંકલન બેઠક યોજાઈ
