વેરાવળ મણીબેન કોટક હાઈસ્કૂલ, પ્રાર્થના હોલમાં આવતીકાલે સવારે 9 કલાકથી યોજાશે કેમ્પ
વધુમાં વધુ બ્લડ ડોનેટ કરી નાગરિક ધર્મ નિભાવવા વહીવટી તંત્રની અપીલ
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.10
- Advertisement -
વર્તમાન સ્થિતિમાં આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે રક્ત એકત્ર કરવા વેરાવળ ખાતે મણીબેન કોટક હાઈસ્કૂલ, પ્રાર્થના હોલમાં આવતીકાલે સવારે 9 કલાકથી ‘મેગા બ્લડ ડોનેશન’ કેમ્પ યોજાશે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પના સુચારૂૂ આયોજન અંગે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને પ્રાંત ઓફિસ ખાતે એક બેઠક યોજાઈ હતી. કલેક્ટરએ જણાવ્યું હતું કે, હાલમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે, તેને ધ્યાનમાં લઈને રાજ્ય તેમજ ગીર સોમનાથ જિલ્લામાં જો કોઈપણ વિકટ પરિસ્થિતિ સર્જાય તો બ્લડની જરૂૂરિયાતને પહોંચી વળવા માટે તમામ પ્રકારની સંસ્થા અને સમાજને સાથે રાખીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરએ બ્લડ ડોનેશન કેમ્પની આનુષાંગિક વ્યવસ્થાઓની જાણકારી મેળવી અને ઉપસ્થિત સંસ્થાઓના પ્રતિનિધિઓને ફાળવેલા ટાઈમસ્લોટ અનુસાર સમયનો સદુપયોગ કરી અને વ્યવસ્થાપન જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત કેમ્પના સમય દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેની તકેદારી રાખવા શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યાં હતાં.