By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    23 hours ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    1 day ago
    ટ્રમ્પ ‘એકલા’ પડ્યા ! પોતાની જ પાર્ટીમાં બળવો
    2 days ago
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    4 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
    32 minutes ago
    ‘જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો’ !
    23 hours ago
    ભારતમાં 66.49 કરોડ ઓનલાઈન વીડિયો દર્શકો : રોજ 141 કરોડ કલાક વીડિયો જોવામાં વેડફાઈ રહી છે
    1 day ago
    વગર વરસાદે લખનઉના 40 હજાર ઘરમાં પાણી ઘુસ્યુ
    2 days ago
    CEC જ્ઞાનેશને સસ્પેન્ડ કરવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    43 minutes ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 day ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    5 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બૂટલેગરોને મોજ : પરમિટ શોપમાં 3100ની રેડલેબલના હવે 5000 !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > બૂટલેગરોને મોજ : પરમિટ શોપમાં 3100ની રેડલેબલના હવે 5000 !
ગુજરાત

બૂટલેગરોને મોજ : પરમિટ શોપમાં 3100ની રેડલેબલના હવે 5000 !

Khaskhabar Editor
Last updated: 2026/09/09 at 2:36 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
5 Min Read
SHARE

પરમિટધારકો જાણે ઓર્ગેનાઇઝ્ડ ગેન્ગ ચલાવી રહ્યાં હોય તેવું સરકારનું વલણ

આ નિર્ણયથી લોકો ધરાહાર બ્લેક માર્કેટમાં વેચાતા નકલી ઝેરીલા શરાબ તરફ વળશે

- Advertisement -

ગુજરાતમાં વાઇન શોપ્સ પરથી હાલ પૂરતું આયાતી દારૂ અને બીયરનું વેચાણ સ્થગિત કરાયુ છે. રાજ્ય સરકાર દ્વારા આયાતી વિદેશી દારૂ અને બીયર પર એક્સાઇઝ ડ્યુટી, વેટમાં ધરખમ વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
લેવાયો છે. જેથી આયાતી બ્રાન્ડ્સની કિંમતોમાં મોટો વધારો થશે. આ ફેરફાર બાદ નવા દરો અનુસાર સુધારેલું ભાવપત્રક તૈયાર કરવાની અને તેને સિસ્ટમમાં અપડેટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જૂના સ્ટોક અને નવી કિંમતો
વચ્ચે કોઈ વિસંગતતા ઊભી ન થાય તે માટે વાઇન શોપ્સમાં હાલ પૂરતું આયાતી વિદેશી દારૂ અને બીયરનો પુરવઠો અટકાવ્યો છે. નવી કિંમતો સત્તાવાર રીતે અમલમાં આવ્યા પછી જ આયાતી દારૂ-બીયરનું વેચાણ પુનઃ શરૂ
કરાશે.

આયાતી વિદેશી દારૂ અને બીયર પર એક્સાઇઝ ડ્યુટી તથા વેટમાં કરાયેલા ભારે વધારાથી પરમિટધારકોમાં નારાજગી જોવા મળી રહી છે. સરકારના આ નિર્ણયથી પરમિટધારકો સાથે જાણે તેઓ કોઈ ઓર્ગેનાઇઝ્ડ ગેન્ગ
ચલાવતા હોય તેવું વલણ અપનાવ્યું હોવાની ચર્ચા છે. ભાવવધારાની સૌથી મોટી અસર લોકપ્રિય આયાતી બ્રાન્ડ્સ પર પડી છે. અગાઉ આશરે રૂ. 3900માં મળતી રેડ લેબલની બોટલ હવે અંદાજે રૂ. 5000માં મળવાની સ્થિતિ
સર્જાઈ છે. આ ભાવવધારાથી બૂટલેગરોને ફાયદો થવાની અને ગેરકાયદે દારૂના વેપારને પ્રોત્સાહન મળવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. વધુ પડતા ભાવના કારણે લોકો બ્લેક માર્કેટમાં મળતા સસ્તા પરંતુ નકલી અને ઝેરીલા
શરાબ તરફ વળે તેવી ભીતિ છે.

નવી એક્સાઇઝ ડ્યુટી અને વેટના વધારાની સીધી અસર પરમિટધારકોના ખિસ્સા પર પડશે. ઉદાહરણ તરીકે, અગાઉ રૂ. 3100માં ઉપલબ્ધ આયાતી ‘રેડ લેબલ’ વિસ્કીની કિંમત વધીને અંદાજે રૂ. 5000 સુધી પહોંચવાની છે.
એટલે કે, એક જ બોટલ માટે ગ્રાહકોએ અગાઉ કરતાં રૂ. 1900 વધુ ચૂકવવા પડશે. આવી જ રીતે અન્ય જાણીતી આયાતી વિસ્કી, વાઇન અને બીયરની કિંમતોમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં કુલ 801
પ્રકારના સ્પિરિટનું અધિકૃત વેચાણ થાય છે, જેમાં વિવિધ પ્રકારની વિસ્કી, વોડકા, રમ, જિન સહિતનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 226 પ્રકારના બીયર અને 636 પ્રકારના વાઇનનું અધિકૃત વેચાણ કરવામાં આવે છે.
પરમિટધારકોમાં વિદેશી અને આયાતી બ્રાન્ડ્સની માંગ નોંધપાત્ર રહેતી હોય છે. પરંતુ નવા ભાવવધારા બાદ આ બ્રાન્ડ્સ સામાન્ય પરમિટધારકોની પહોંચથી દૂર જવાની શક્યતા છે.

- Advertisement -

આયાતી દારૂના ભાવ આસમાને પહોંચતા હવે ઘણા પરમિટધારકો સ્થાનિક અથવા અન્ય પ્રમાણમાં સસ્તા વિકલ્પો તરફ વળે તેવી શક્યતા છે. વાઇન શોપના સંચાલકોના જણાવ્યા મુજબ હાલમાં નવી કિંમત વ્યવસ્થા અમલમાં
મૂકવાની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આયાતી દારૂ અને બીયરના વેચાણ પર અસ્થાયી રોક લગાવવામાં આવી છે. જેના કારણે આયાતી બ્રાન્ડ્સ પસંદ કરતા પરમિટધારકોને થોડા સમય માટે રાહ જોવી પડશે. કેટલાક
પરમિટધારકો માટે રાજ્ય બહારથી આયાતી દારૂ ખરીદવાના વિકલ્પો તરફ વળવાની સ્થિતિ ઊભી થઈ શકે છે.

હવે વાઇન શોપમાં નહીં મળે નાની ‘ક્વાર્ટર’ બોટલ!
નવી નીતિમાં સૌથી મોટો ફેરફાર આયાતી દારૂના નાના પેકિંગને લઈને કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. અધિકૃત વાઇન શોપ્સ પરથી હવે આયાતી વિદેશી દારૂની નાની ‘ક્વાર્ટર’ બોટલો ઉપલબ્ધ નહીં રહે તેવી સ્થિતિ
સર્જાઈ છે. નવા નિર્ણય હેઠળ નાના ક્વાર્ટર પેકિંગ માટેનો અગાઉનો ટેક્સ સ્લેબ નાબૂદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેના પરિણામે રૂ. 500થી રૂ. 2000 સુધીની કિંમતમાં વેચાતી નાની આયાતી બોટલોનું વેચાણ બંધ
થવાની સ્થિતિ ઊભી થઈ છે. નવી એક્સાઇઝ નીતિ અનુસાર હવે રૂ. 2000થી વધુ કિંમત ધરાવતી આયાતી વિદેશી દારૂની બોટલોનું જ વેચાણ ચાલુ રાખવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અગાઉ નાની
બોટલ ખરીદતા ગ્રાહકોને હવે મોટી અને વધુ કિંમત ધરાવતી બોટલ ખરીદવાની ફરજ પડશે. હેલ્થ પરમિટધારકો તેમજ બહારથી ગુજરાતની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આ નિર્ણયની સીધી આર્થિક અસર જોવા મળશે.

નવું ભાવપત્રક લાગુ થયા બાદ વેચાણ શરૂ થશે
હાલમાં રાજ્યભરની તમામ સંલગ્ન લિકર અને વાઇન શોપ્સમાં આયાતી દારૂ અને બીયરના નવા ટેક્સ દરો તથા સુધારેલી કિંમતો સિસ્ટમમાં અમલી બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સત્તાવાર નવું ભાવપત્રક જાહેર થયા બાદ
અને સરકાર દ્વારા નવી કિંમતોને મંજૂરી મળ્યા પછી રાજ્યભરની અધિકૃત વાઇન શોપ્સ પરથી આયાતી દારૂ અને બીયરનું નિયમિત વેચાણ પુનઃ શરૂ થવાની શક્યતા છે. આમ, એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં કરાયેલા વધારા તથા
ટેક્સ માળખામાં આવેલા મોટા ફેરફારને કારણે ગુજરાતના પરમિટધારકો માટે આયાતી દારૂ અને બીયર હવે વધુ મોંઘા બનવાના છે. ખાસ કરીને નાની ક્વાટર બોટલના વિકલ્પના અભાવ અને લોકપ્રિય આયાતી બ્રાન્ડ્સના
ભાવમાં થયેલા મસમોટા વધારાથી પરમિટધારકોના ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

You Might Also Like

રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ

કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

સુરતમાંથી ડુપ્લિકેટ ‘ઘર’ સોપ્સને ‘મીશો’માં વેચવાનું કૌભાંડ પકડાયું

મોરબીના લાકડાંના વેપારી લલિત ફેફરએ રાજકોટનાં શખ્સને 55 હજારનો ચૂનો લગાવ્યો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ
Next Article સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ
ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો
BOOK MY SHOWની લૂંટ: ડિસ્કાઉન્ટ બાદ અલગથી ઓફર પ્રોસેસિંગ ફીની વસૂલાત
સુરતમાંથી ડુપ્લિકેટ ‘ઘર’ સોપ્સને ‘મીશો’માં વેચવાનું કૌભાંડ પકડાયું
મોરબીના લાકડાંના વેપારી લલિત ફેફરએ રાજકોટનાં શખ્સને 55 હજારનો ચૂનો લગાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

ગુજરાત

રાજ્યભરના 12,000 રેવન્યુ કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ : સરકારી કામગીરી ઠપ

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
ગુજરાત

કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટ

ઓલ ઇન્ડિયા પોલીસ મીટમાં કેયુર રાજયગુરુએ હાઇબોર્ડ ડાઇવિંગમાં સિલ્વર મેડલ જીત્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?