સ્થાનિક યુવતી અને અમદાવાદના યુવાન વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મુખ્ય બજારમાં ભાડે ઓફિસ રાખી ભોળી જનતાને બે હજાર રૂપિયાની મેમ્બર શિપ આપી મેમ્બર બનીને બોગસ કંપની દ્વારા આપવામાં આવતી વાઉચર બુક ભરીને પરત કરો એટલે ચાર હાજર રૂપિયા આંકવાની લોભામણી જાહેરાતો કરી અનેક લોકોને પોતાના ગળિયામાં લઇ લાખોની ઠગાઈ કરી નાશી જનાર મહેન્દ્ર લક્ષ્મણભાઈ પટેલ રહે: અમદાવાદ તથા કોમલ સુરેશભાઈ સુરેલા રહે: બસ સ્ટેન્ડ પાછળ, ધ્રાંગધ્રા વાળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જેમાં બંને યુવક – યુવતી દ્વારા અન્ય કેટલા સ્થળે આ પ્રકારની છેતરપિંડી આચરી છે તે અંગે ખુલાસા માટે રીમંદેલવવા તજવીજ હાથ ધરી છે.



