એસઓજીએ 13 હજારની મતા કબજે કરી : અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
રાજકોટ શહેર એસઓજીની ટીમે બાતમી આધારે દૂધસાગર રોડ ઉપર ભગવતી સોસાયટીમાં દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં નકલી તબીબને દબોચી લઈ 13 હજારની મતા કબજે કરી છે આ શખસ અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.
- Advertisement -
શહેરના બજરંગવાડીના રાજીવનગર વિસ્તારમાં રહેતા અને ધો.12 પાસ સુધીનો અભ્યાસ કરનાર મહમદફારૂક જાનમામદ બ્લોચ નામના પ્રૌઢએ દૂધસાગર રોડ, ભગવતી સોસાયટીમાં ક્લિનિક ખોલી બીમાર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હોવાની એસઓજીના એએસઆઇ ફિરોજભાઈ શેખ, જમાદાર ઉપેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઇ ડાંગરને માહિતી મળી હતી. જેના આધારે સ્ટાફે ગુરુવારે બપોરે દરોડો પાડી નકલી તબીબ મહમદફારૂકને ઝડપી લઈ રૂ.13,197ની કિંમતની દવાઓ તેમજ સાધનો કબજે કર્યા હતા પ્રૌઢ ડોક્ટર કોઈપણ પ્રકારના અનુભવ વિના ક્લિનિક ચલાવતો હોવાનું અને 2011માં પણ પકડાઈ ચૂક્યો હોવાનું જાણવા મળ્યું છે.