દર વર્ષે 1 ડિસેમ્બરે ‘વિશ્વ એઇડ્સ દિવસ’ ઉજવવામાં આવે છે. UNAIDSએ વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2030 સુધીમાં AIDS નાબૂદ થઈ શકે છે.
દર વર્ષે 1 ડિસેમ્બરે ‘વિશ્વ એઇડ્સ દિવસ’ ઉજવવામાં આવે છે. હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (એચઆઈવી) થી થતા જીવલેણ રોગને સફળતાપૂર્વક કંટ્રોલ થઈ શકશે કે નહીં? ઇમ્યુન ડેફિસિયન્સી સિન્ડ્રોમ (AIDS) વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી પીડિત લોકોને મદદ કરવા માટે દર વર્ષે 1 ડિસેમ્બરે આ દિવસ ઉજવવામાં આવે છે. એઇડ્સ બાબતે સમન્વિત વૈશ્વિક સ્તરે કાર્યવાહી કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNAIDSએ આ વર્ષે ‘સમુદાયને નેતૃત્વ કરવા દો’ થીમ જાહેર કરી છે.
- Advertisement -
2030 સુધીમાં AIDS કેવી રીતે સમાપ્ત થશે?
આ જીવલેણ બિમારી વિશે જાગૃતિ લાવવા માટે વિશ્વ એઇડ્સ દિવસ ઊજવવામાં આવે છે. વિશ્વ હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ (HIV) કંટ્રોલ થઈ શકે છે. આ બિમારી બાબતે લોકોમાં ખૂબ જ સંકુચિત માનસિકતા પ્રવર્તી રહી છે. આ કારણોસર એઇડ્સ બાબતે સમન્વિત વૈશ્વિક સ્તરે કાર્યવાહી કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા UNAIDSએ આ વર્ષે વિશ્વ એઈડ્સ દિવસની થીમ ‘સમુદાયને નેતૃત્વ કરવા દો’ જાહેર કરી છે.
એકસાથે બિમારી ખતમ થઈ શકે છે
UNAIDSએ જણાવ્યું છે કે, ‘સમુદાયોના નેતૃત્વથી, વિશ્વ એઇડ્સ નાબૂદ થઈ શકે છે. સમુદાય લોકોને વ્યક્તિ કેન્દ્રિત સાર્વજનિક આરોગ્ય સેવા સાથે જોડે છે અને વિશ્વાસ ઊભો કરે છે. નીતિઓ અને સેવાના અમલ પર દેખરેખ કરે અને પ્રદાતાઓને જવાબદાર સાબિત કરે. જેમાં ફંડનો અભાવ, નીતિ અને નિયામક બાધાઓ, ક્ષમતાનો અભાવ તથા HIVને રોકવા માટેની કાર્યવાહી જેવી બાબતો પર વધુ ભાર મુકવામાં આવ્યો છે.’
HIV સામે લડતા સમુદાયને UNAIDS નાણાંકીય સેવા, સુવિધા પૂરી પાડે છે તથા એક નિયામક વાતાવરણનું નિર્માણ કરે છે. UNAIDSએ વાર્ષિક રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2030 સુધીમાં AIDS નાબૂદ થઈ શકે છે.