આગામી સમયમાં રાજ્યો બે સેમીક્ધડકટર ચીપ કોન્ફરન્સ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
ગુજરાત હવે મૂડીરોકાણ માટે ગ્લોબલ બની રહ્યું છે અને દેશમાં સેમી ક્ધડકટરના ઉત્પાદનમાં પહેલ કરીને અમેરિકા સહિતની સેમીક્ધડકટર ચીપ ઉત્પાદક કંપનીઓને રાજયમાં તેના એસેમ્બલી લાઈન જેવા પ્લોટ નાખવા માટે પ્રોત્સાહીત કર્યા બાદ હવે તાઈવાન પર નજર છે.
ચીન નજીકના આ ટાપુ રાષ્ટ્ર તાઈવાન એ દુનિયામાં સેમીક્ધડકટર ચીપના ઉત્પાદનમાં સૌથી મોખરે છે અને અન્ય ટેકનોલોજીમાં પણ આ દેશ અગ્રણી છે અને હવે ગુજરાત સરકાર તાઈવાનના ચીપ ઉત્પાદકો અને તેના સંબંધીત ટેકનોલોજી સાથે જોડાયેલી કંપનીઓને ગુજરાતમાં રોકાણ કરવા અને પ્લોટ સ્થાપવા પ્રોત્સાહીત કરવા માટે પાટનગર તાઈપેઈમાં ગુજરાતની ઓફિસ સ્થાપવામાં આવશે.
દેશના કોઈ રાજયએ આ પ્રકારે ઉદ્યોગ-ટેકનોલોજી સંબંધી તેની ગ્લોબલ કંપની સ્થાપી હોય તો તે ગુજરાત પ્રથમ રાજય બનશે. તાઈવાનના પાટનગર તાઈપેઈમાં સ્થપાનારી આ ગુજરાત ગ્લોબલ ઓફિસ એ તે દેશના ઉદ્યોગો અને સાહસિકો સાથે સીધો સંપર્ક કરીને તેમનો ગુજરાત સાથે નાતો જોડશે. દેશમાં મોદી સરકારે સીલીકોન ઈન્ડીયા પ્રોગ્રામ જે લોન્ચ કર્યા છે તે હેઠળ સેમીક્ધડકટર ઉત્પાદનમાં પાંચ પ્લોટ ભારતમાં સ્થપાનાર છે જેમાં ચાર ગુજરાતમાં હશે અને ઓટો ક્ષેત્ર માટે હબ બનેલા સાણંદ નજીક જીઆઈડીસીએ આમ ચીપ પેકેજીંગ કલસ્ટર માટે સુવિધા ઉભી કરી છે.
- Advertisement -
જેમાં અમેરિકી કંપની મીકોન ટેકનોલોજી ઉપરાંત સી.જી.સેમી અને કાયન્સ સેમીકોનએ પોતાના પ્લોટની શરૂઆત કરી દીધી છે. ધોલેરા પાસે ટાટા ઈલેકટ્રોનીકસ દેશના પ્રથમ પુર્ણ સેમીક્ધડકટર પ્લાંટને સ્થાપીત કરી રહી છે અને માર્ચ માસમાં ગુજરાતમાં જ રાષ્ટ્રીય સ્તરનો ઈન્ડીયન સેમીક્ધડકટર એન્ડ પેકેજીંગ ઈકોસીસ્ટમ કોન્ફરન્સ યોજાશે.
આ ઉપરાંત રાજય સરકાર સેમીક્ધડકટર ક્ષેત્રે કાર્યરત કંપનીઓના વૈશ્વિક વડાઓ અધિકારીઓ અને આ ક્ષેત્રે સંશોધન કરતા સાહસિકોને આમંત્રણ આપીને એક મોટા પરિસંવાદ કમ ટેકનોલોજી પ્રદર્શનનું આયોજન કરી રહ્યું છે. આમ આ બે ઈવેન્ટ ગુજરાતને સેમીક્ધડકટરના નકશામાં મહત્વનું સ્થાન આપશે.