અમેરિકામાં રહેતી એક ભારતીય દુલ્હનએ પોતાનાં લગ્નમાં સુંદરતાનાં બધાં સમીકરણોને પડકારીને બદલી નાખ્યાં હતાં. અલપીશ્યાને કારણે 6 મહિનાની ઉંમરે જ બધા વાળ ગુમાવી દેનાર ફેશન-ઈન્ફલુએન્સર નીહર સચદેવાએ પોતાના પ્રેમી અરુણ વી.ગણપતિ સાથે લગ્નના દિવસો વેડીંગ લુકમાં માથા પર વિગ નહોતી પહેરી અને પોતાનો વાળ વિનાનો લુક માંગટીકો અને લાલ ચુંદડી ઓઢીને હિંમત અને આત્મવિશ્વાસ સાથે પ્રદર્શિત કર્યો હતો.
નીહરે હિંમતથી આ કન્ડીશનનો સામનો કર્યો અને પોતાના વાળ વિનાના લુકમાં ઘણા વખતથી દેખાતી હતી. પોતે જેવી છે એવી જ સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ એવો પ્રભાવી સંદેશ તેણે આપ્યો છે.
- Advertisement -
લગ્ન પહેલાંની બેચલરેટ પાર્ટીમાં પણ ‘ટુ બી બ્રાઈડ’ તરીકે તેણે સીકવન્સવાળાં ચળકતાં મિની સ્કર્ટ અનેટોપ સાથે પણ વિગ નહોતી પહેરી, બાલ્ડ લુક જ રાખ્યો હતો.પોતાનાં લગ્નના દિવસે તેણે ટ્રેડીશનલ બ્રાઈડલ લેહંગા-ચોળી પહેર્યા હતાં, પણ માથા પર વિગ નહોતી પહેરી.
નીહરે સિંદુરી લાલ લેહંગા, બેકલેસ બ્લાઉઝ અને મેચીંગ દુપટ્ટામાં હેવી સીકવન્સ, શેલ, બીડસ, ક્રિસ્ટલ અને થ્રેડ એમ્બ્રોઈડરી કરી હતી. રેડ આર્કાવાળી હેવી વર્કની બોર્ડર સાથે ક્રીમ નેટની ઓઢણી ગુજરાતી સાડીના પાલવની રીતે પહેરી હતી અને બીજી લાલ નેટની લાંબી ઓઢણી માથે ઓઢી હતી.
સાથે સોનાના એમરલ્ડ અને કુંદનનો ચોકર નેકલેસ, ઈઅર-રિંગ્સ, માંગટીકો, લાલ બંગડીઓ, કંગન અને કલીરા પહેર્યાં હતાં અને એકદમ સુંદર, સંપૂર્ણ ભારતીય દુલ્હન દેખાતી હતી. તેના આ પગલાએ આવી તકલીફોથી પીડાતી દરેક મહિલાને પ્રેરણા અને હિંમત આપી છે.