નિધિ ભાનુશાલી મુંબઈથી લેહ લદ્દાખ જવાની છે, આ ટ્રિપ 2-3 મહિના ચાલશે
ખાસ-ખબર સંવાદદાતા
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ નિધિ ભાનુશાલી હાલમાં જ બિકીની વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. હાલમાં જ નિધિએ સો.મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ગુજરાતના કોઈક ગામમાં જોવા મળી હતી. આ તસવીરો સાથે તેણે લાંબી પોસ્ટ પણ શેર કરી હતી. નિધિએ પોસ્ટમાં પોતાની જર્ની અંગે વાત કરી છે. નિધિએ ગુજરાતના ગામડાની તસવીર શેર કરીને કહ્યું હતું, ’અમે સૂર્યાસ્તની પાછળ પાછળ ગુજરાતના એક નાનકડાં ગામમાં ઉતર્યા હતા. ગામવાસીઓએ અમને રાત રોકાઈ જવાનો આગ્રાહ કર્યો હતો.
- Advertisement -
તેમણે અમને ખાટલા આપ્યા હતા અને તેમનું સ્પેશિયલ દૂધ આપ્યું હતું. જુગની (નિધિની ડોગી) ખેતરમાં આમથી તેમ રખડતી હતી અને ભગવાન જાણે એને પૂરતી ગાયો મળી નહોતી. અમે ખુલ્લા આકાશમાં એકદમ શાંતિથી સૂઈ ગયા હતા. લાખો તારાઓને પણ ખબર હતી કે અમે આ દયાળુ લોકોના હાથમાં સલામત છીએ. સવારનો સૂરજ જોયો. અમારું ભોજન બનાવ્યું અને અમે નીકળી ગયા..સફર હજી ચાલુ છે.