જાપાનમાં જોરદાર ભૂંકપનો આંચકો અનુભવાયો છે, ભૂકંપની રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતા નોંધાઈ છે
જાપાનમાં આજે ભૂંકપના આંચકા અનુભવાયો છે. ભૂકંપ એટલો જોરદાર હતો કે સરકારે બહારના ટાપુઓ પાસે સુનામી આવી શકે તેને લઈ ચેતવણી આપી દીધી હતી. અધિકારીઓનું કહેવું છે કે સંભવિત સુનામી એક મીટરની ઉંચાઈ સુધી પહોંચી શકે છે.
- Advertisement -
ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ
એક ટીવી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6ની નોંધાઈ હતી. સરકારે એક એડવાઈઝરી જારી કરીને લોકોને દરિયાકિનારા અને નદી કિનારાથી દૂર રહેવાની ચેતવણી આપી છે.
પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક
જાપાનને પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રોમાંનું એક માનવામાં આવે છે. 2011માં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે આવેલી સુનામીએ ઉત્તર જાપાનના મોટા ભાગનો નુકસાન પહોંચાડ્યું છે જેમાં ફુકુશિમા પરમાણુ પ્લાન્ટને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું.