છેલ્લા વનડે વર્લ્ડ કપની જેમ આ વખતે પણ 10 ટીમો ભાગ લઈ રહી છે. ભારતના 10 શહેરોમાં ટૂર્નામેન્ટના 48 મેચ રમાશે. પહેલી મેચ પાંચ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આજથી વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. પાંચ ઓક્ટોબરે ગઈ વખતના વિશ્વ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને રનરઅપ ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચથી ટૂર્નામેન્ટની શરુઆત થશે. રાઉન્ડ રોબિન સ્ટેજમાં 45 મેચ રમાશે જ્યારે ત્રણ મેચ નોકઆઉટ સ્ટેજમાં થશે. એટલે કે કુલ 48 મેચ રમાશે. 19 નવેમ્બરે ટૂર્નામેન્ટની ફાઈનલ રમાશે.
- Advertisement -
કેટલી ટીમ ભાગ લેશે?
વનડે વિશ્વ કપમાં આ વખતે 10 ટીમો ભાગ લેશે. જ્યારે યજમાન ભારત ઉપરાંત ડિફેંડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, રનરઅપ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, દક્ષિણ આફ્રીકા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ પણ ટૂર્નામેન્ટમાં રમશે. શ્રીલંકા અને નેધરલેન્ડે ક્વોલિફિકેશન રાઉન્ડ પાર કરી લાસ્ટ 10માં જગ્યા બનાવી લીધી છે.
Who will top the run charts in CWC23? 🏏
More stats ➡️ https://t.co/MQDSTb7ID5 pic.twitter.com/DCfjade5Pv
- Advertisement -
— ICC (@ICC) October 5, 2023
ક્યાં- ક્યાં રમાશે મેચ?
ભારતના 10 શહેરોમાં ટૂર્નામેન્ટની 48 મેચ રમાશે. હૈદરાબાદમાં ત્રણ મેચ, બાકીના શહેરો એટલે કે અમદાવાદ, ધર્મશાળા, દિલ્હી, ચેન્નાઈ, લખનૈઉ, પુણે, બેંગ્લોર, મુંબઈ અને કલકત્તામાં પાંચ-પાંચ મેચ રમાશે. હૈદરાબાદ, તિરૂઅનંતપુરમ અને ગુવાહાટીને વોર્મ અપ મેચનું વેન્યૂ પસંદ કરવામાં આવ્યું છે.
પહેલી મેચ ક્યારે અને કોની વચ્ચે?
પહેલી મેચ પાંચ ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. લીગ સ્ટેજની 45 મેચ 12 નવેમ્બર સુધી રમાશે. ભારત અને નીધરલેન્ડની વચ્ચે બેંગ્લોરમાં છેલ્લી મેચ હશે.
Jos Buttler with his eyes on the coveted prize 🏆👀#CWC23 pic.twitter.com/aZhzGs7XOK
— ICC (@ICC) October 5, 2023
ભારતનું શેડ્યુલ ક્યુ છે?
ભારતીય ટીમ વિશ્વ કપમાં પોતાની પહેલી મેચ આઠ ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમશે. પહેલી મેચ ચેન્નાઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં રમાશે. ત્યાં જ ભારત પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા બાદ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રીકા અને છેલ્લી ગ્રુપ મેચ નેધરલેન્ડ સામે રમાશે.
સેમીફાઈનલ માટે ભારત પાકિસ્નના નિયમ
પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી સેમીફાઈનલ 16 નવેમ્બરે કલકત્તામાં રમાશે. ભારતીય ટીમ જો સેમીફાઈનલમાં પહોંચે છે તો તે પોતાની મેચ મુંબઈમાં રમશે. ત્યાં જ જો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ રહી તો તે કલકત્તામાં રમશે. જો સેમીફાઈનલમાં ભારત અને પાકિસ્તાનની મેચ થાય છે કે આ ટીમ ઈન્ડિયાના કલકત્તામાં જ રમશે. આઈસીસીએ આ નિયમ શેડ્યુલ જાહેર કરતી વખતે નક્કી કર્યું હતું.
Eyes are on the prize ahead of the @cricketworldcup 💥#CWC23 pic.twitter.com/jfCQtcCdXo
— ICC (@ICC) October 4, 2023
સેમીફાઈનલ માટે ટીમ કેવી રીતે ક્વોલિફાઈ કરશે?
રાઉન્ડ રોબિન ફોર્મેટમાં એક મેચ જીતવા પર ટીમોને બે પોઈન્ટ મળશે. પોઈન્ટ ટેબલની પહેલી ચાર ટીમો સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે. સેમીફાઈનલ જીતનાર ટીમોની વચ્ચે 19 નવેમ્બરે અમદાવાદમાં ફાઈનલ થશે.
વરસાદ પડ્યો તો શું થશે?
રાઉન્ડ રોબિન સ્ટેજમાં વરસાદ કે કોઈ બીજા કારણે મેચ રદ્દ થાય તો બન્ને ટીમોને એક એક પોઈન્ટ મળશે. ત્યાં જ સેમીફાઈનલ અને ફાઈનલ રદ્દ થવા પર રિઝર્વ ડેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ મેચ વરસાદના કારણે રોકાઈ જશે. રિઝર્વ ડે પર તેજ સ્કોરથી મેચ ખુલશે.