ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મીડીયા સેલના સંજય પંડ્યાની યાદી જણાવે છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ દેશના 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ભાજપ ઓબીસી મોરચાના પ્રભારીઓની જાહેરાત કરી હતી. જેમાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાના પ્રભારીની જવાબદારી જુનાગઢનાં રહેવાસી અને ગુજરાતના ઓબીસી મહિલા નેતા નીરૂબેન કાંબલિયાને સોંપવામાં આવી છે તેમજ રાષ્ટ્રીય ભાજપ સંગઠને સંઘ પ્રદેશ થ્રીડી ઓબીસી નેતા વિશાલ ટંડેલને ગુજરાત રાજ્ય બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી બનાવ્યા છે આમ વિશાલ ટંડેલ છેલ્લા કેટલાક સમયથી આસામ રાજ્ય ભાજપ ઓબીસી મોરચાના પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યા હતા.ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ ઓબીસી રૂપી નેતા વિશાલ ટંડેલને ગુજરાત જેવા મોટી ઓબીસી વસ્તી ધરાવતા રાજ્યની જવાબદારી આપીને તેમનું કદ વધાર્યું.
જૂનાગઢના બે OBC નેતા સંઘ પ્રદેશ દીવ -દમણ અને ગુજરાતના પ્રભારી તરીકે નિમણૂંક
