કોરોનાની મહામારીએ જ્યારે દેશને ભરડા મા લીધો છે ત્યારે કોણ પોતાના છે અને કોણ પારકા તેની દેશ ના લોકોને પણ ખબર પડી રહી છે.
કોરોના ની મહામારી પહેલા દેશ મા નેતાઓ મત ના રાજકારણ માટે હિંદુ મુસ્લિમ ના નામને મતનુ કાર્ડ રમી રહ્યા હતા એવા નેતાઓ અને લોકો માથી એક પણ નેતાઓ આજે દેખાતા નથી દેશ મા તબીબી સારવાર લેવા માટે હિંદુ પણ મુશ્કેલી મા છે અને મુસ્લિમ પણ મુશ્કેલીમા છે પરંતુ આજે હિંદુ મુસ્લિમ કરનારા નેતાઓ નથી દેખાતા અમે તમને આજે ગુજરાત ના એક એવા તાલુકાની વાત કરવા ના છીએ કે જ્યાં મુસ્લિમ બીરાદરો એ કોરોના ની મહામારી મા લોકોને હોસ્પિટલ મા સારવાર લેવા માટે બેડ નથી મળતા કે ડોક્ટર નથી મળતા એમા પણ જો ડોક્ટર ની પ્રાથમીક સારવાર મેળવી હોય તો કલાકો સુધી વેઈટીંગ મા બેસવુ પડે છે અને જો ડોક્ટર એવુ કહે કે તમારે ઓક્સિજન ની જરૂર પડશે તો પરીવાર ના સભ્ય મુસીબત મોકાય જાય આવા કપરા સમય મા રાજકોટ ના જસદણ ના સમસ્ત લઘુમતી સમાજ દ્રારા 30 બેડની કોવિડ કેર સેન્ટર શરૂ કરવા મા આવી જેમા દરેક સમાજ ના લોકોને વિના મુલ્ય સારવાર દેવા મા આવે છે સાથેજ ભાઈચારા ના દર્શન થાય છે
- Advertisement -
જસદણ તાલુકા સમસ્ત લઘુમતી સમાજ દ્રારા અહિ ઓક્સિજન વાળા 30 બેડ છે જેમા એમ.ડી.ડોક્ટર સહિત 10 નો નર્સિંગ સ્ટાફ સતત છેલ્લા 19 દિવસથી કોરોના પોઝીટીવ દર્દીઓ ને સારવાર કરે છે.અહિ વિના મુલ્ય દવા પણ દેવા મા આવે છે સાથેજ ત્રણ ટાઈમ નુ ભોજન બે ટાઈમ ચા પાણી ને નાસ્તો સહિત ની સેવા દર્દીને અને તેની સાથે આવેલ પરીવાર સભ્ય ને દેવા મા આવે છે અને જો કોઈ દર્દીઓ ને સારવાર દરમિયાન મૃત્યુ પામે તો તેમને હિન્દુ રીતીરીવાજ મુજબ ખંભો પલ લઘુમતી સમાજ ના લોકો આપીને અંતિમ સંસ્કાર પણ કરીને ભાઈચારા ની સાથે એક હિન્દુસ્તાની કોને કહેવાય તેના દર્શન જસદણ મા મુસ્લિમ બીરાદરો આ મહામારી કરાવે છે
બાઈટ-હિતેષભાઈ વાણીયા (જસદણ)
બાઈટ -સાહિદ પઠાણ (જસદણ)
- Advertisement -
સંગ્રહ ગુજરાત મા કોરોનાએ હાહાકાર મચાવિ દિધો છે એવા મા જસદણ તાલુકાની હાલત પણ ખરાબ છે સરકારી તંત્ર કોરોના ના દર્દીઓ ને સારવાર દેવા મા નથી પહોંચી શકતુ એવા કોરોના પોઝીટીવ દર્દીઓ ને આવી સામાજીક સંસ્થાઓ અને સેવા ભાવી લોકો હાલ તમામ સારવાર આપી રહ્યા છે એવા મા જસદણ લઘુમતી સમાજ ના પ્રમુખે જણાવ્યુ હતુ કે કોઈપણ ઉદ્યોગપતિ ની સહાય લીધા વગર છેલ્લા 19 દિવસથી અનેક દર્દીઓ ને સારવાર વિના મુલ્ય આપવા આવે છે જો કોઈ દર્દીને વઘુ સારવાર ની જરૂર પડે તો તેનો રિપોર્ટ થી લઈ તમામ ખર્ચ જસદણ લઘુમતી સમાજ ઉપાડે છે જસદણ અમને સરકાર તરફથી મદદ થાયતો અમે સતત લોકોને મદદ રૂપ થશુ
બાઈટ- રફીકભાઈ ગોગદા (સમસ્ત લઘુમતી સમાજ પ્રમુખ જસદણ)
જસદણ મા ઓક્સિજન ની ખુબજ મોટી અછત છે જસદણ મા સરકારી હોસ્પિટલ મા 24 બેડ ઓક્સિજન વાળા છે એવા મા લોકોને રાજકોટ કે અન્ય શહેર મા કોરોના ની બીમારીની સારવાર લેવા માટે ન જાવુ પડે તે માટે જસદણ મા લઘુમતી સમાજે કોરોના કેર સેન્ટર શરૂ કરી ને સેવાની સાથે ભાઈચારા નુ ઉદારણ સંગ્રહ દેશ ને પુરૂ પાડી રહ્યા છે તસવીરો કરશન બામટા આટકોટ


