સૌરાષ્ટ્ર યુનિવર્સિટી CCDCનું રેકોર્ડબ્રેક પરિણામઃ ઓગસ્ટ માસથી ત્રણ મહિના સુધી તાલીમ વર્ગ યોજાયા હતાઃ જેમાં બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન-ટેકનોલોજી, મેથ્સ-રીઝનીંગ જેવા વિષયોનું નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું હતું
યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર તથા સત્તામંડળના સભ્યોએ સફળ ઉમેદવારો સીસીડીસીના સંયોજક ડો. નિકેશ શાહ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CCDC) નું માર્ગદર્શન અને તાલીમાર્થીઓની સખત મહેનત રંગ લાવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા માહિતી અને પ્રસારણ વિભાગના નિયંત્રણ હેઠળ લેવાયેલી સિનિયર સબ એડિટર અને માહિતી મદદનીશ વર્ગ-૩ ની પ્રિલિમિનરી પરીક્ષામાં સીસીડીસીના ૩૩ માંથી ૧૮ છાત્રોએ ભવ્ય સફળતા મેળવીને ૫૪.૫૪% જેટલું રેકોર્ડબ્રેક પરિણામ મેળવ્યું છે. આ પરીક્ષા માહિતી વિભાગની કુલ ૪૮ જગ્યાઓ માટે યોજાઈ હતી. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્પલ જોષી તથા રજિસ્ટ્રાર ડો. અજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઓગષ્ટ માસથી ત્રણ મહિના સુધી ૧૦૦ કલાકના નિઃશુલ્ક તાલીમવર્ગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમશાળામાં ભાગ લેનાર મિડીયાકર્મીઓને ભારતનું બંધારણ, ઈતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન-ટેકનોલોજી, મેથ્સ-રીઝનીંગ, સામાન્ય જ્ઞાન, જાહેર વહીવટ અને જર્નાલીઝમ જેવા વિષયો પર અમદાવાદ અને સ્થાનિક કક્ષાના વિષય નિષ્ણાંતો જેવા કે, પ્રફુલ્લભાઈ ગઢવી, ડો. નયનભાઈ જોબનપુત્રા, સમીરભાઈ પટેલ, ધવલભાઈ મારુ, મનિષભાઈ ઈસરાની, ગૌરવ ભટ્ટ, વિશાલભાઈ ટીલવા, નિરજભાઈ ભંડેરી, પત્રકારત્વ ભવનના નીતાબેન ઉદાણી અને ટીમ, રાજુલભાઈ દવે, ગૌતમભાઈ દવે તેમજ નિલેશભાઈ પંડયા મારફત સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીસીડીસી મારફત મળેલી આ રેકોર્ડબ્રેક સફળતા બદલ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર તથા સત્તાંમડળના સર્વે સભ્યોએ સફળતા મેળવનાર પરીક્ષાર્થીઓ અને સીસીડીસીના સંયોજક ડો. નિકેશભાઈ શાહ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા છે આ તાલીમશાળાને સફળ બનાવવા સીસીડીસીના સર્વશ્રી સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દીપ્તીબેન ભલાણી, હેતલબેન ગોસ્વામી, હીરાબેન, સોનલબેન અને કાંતિભાઈ જાડેજાએ ભારે જહેમત ઉઠાવી હતી
- Advertisement -
પાસ થયેલા 18 ઉમેદવારો
- ધારા ટાંક
- નિમેષ ગોંડલીયા
- રિદ્ધિ બોટાદરા
- અશોક સરૈયા
- સ્વાતી પાવાગઢી
- અશ્વિન નંદાણીયા
- ચિંતન પેઢડીયા
- ક્રિષ્ના ગજેરા
- નિશિતા ઉદ્દેશી
- હિરલ રાઠોડ
- સંજય વાઘેલા
- અપેક્ષા રાઠોડ
- શુભમ અંબાણી
- આશાબા જાડેજા
- મમતા ચોરડા
- માનસી જોશી
- જગદીશ ઘેલાણી
- નિહીર પટેલ




