ખાસ-ખબર સંવાદદાતા
સમાપ્ત થયેલા જૂનમાં દેશમાં ડીમેટ ખાતા ખોલવાની સંખ્યા વધી 13 મહિનાની ઊંચી સપાટીએ પહોંચી હતી. ભારતીય શેરબજારોના બેન્ચમાર્ક ઈન્ડેકસ હાલમાં ઐતિહાસિક સપાટીએ પહોંચી જવા સાથે રોકાણકારોનો પણ બજારમાં રસ વધી રહ્યાનું ડીમેટ ખાતા ખોલાવવામાં થઈ રહેલા ધસારાને આધારે કહી શકાય એમ છે.
ગયા મહિને દેશમાં કુલ 23.60 લાખ નવા ડીમેટ ખાતા ખોલવામાં આવ્યા હતા જે મે 2022 બાદ સૌથી વધુ છે. મે 2022માં 25 લાખ નવા ડીમેટ ખાતા ખોલાયા હતા. જૂનના અંતે દેશમાંડીમેટ ખાતાની કુલ સંખ્યા વધી 12.05 કરોડ પર પહોંચી છે. જે વાર્ષિક ધોરણે 24.40 ટકા વધુ છે, એમ દેશની બે મુખ્ય ડીપોઝિટરી એનએસડીએલ તથા સીડીએસએલના આંકડા પરથી કહી શકાય એમ છે.
- Advertisement -
વર્તમાન નાણાં વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં ઈક્વિટી બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. 28 માર્ચથી અત્યારસુધીમાં બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ 15 ટકા જેટલા વધ્યા છે.