સરગમ ગોપી રાસોત્સવ શહેરનું સર્વશ્રેષ્ઠ આયોજન
પ્રાચીન-અર્વાચીન ગરબાની રમઝટ સાથે ઇનામોની વર્ષા; કેબિનેટ મંત્રી સહિતના દિગ્ગજો રહેશે ઉપસ્થિત
- Advertisement -
દર વર્ષની જેમ આ વર્ષે પણ સરગમ લેડીઝ ક્લબ આયોજિત ગોપી રાસોત્સવે જમાવટ કરી છે. નવરાત્રી શરૂ થયાના ત્રીજા જ દિવસે શહેરના સર્વશ્રેષ્ઠ આયોજન તરીકે તેની ગણના થવા લાગી છે. અહીંનું ઓર્કેસ્ટ્રા અને પ્રખ્યાત સિંગરો પ્રાચીન અને અર્વાચીન એમ બંને પ્રકારના ગરબા રજૂ કરીને સૌનાં મન જીતી રહ્યા છે. આ ગોપી રાસોત્સવમાં રોજેરોજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહે છે અને સરગમ લેડીઝ ક્લબના આયોજનને વખાણે છે. બહેનોને ગરબા રમતી જોવા માટે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી રહ્યા છે. અહીં તેમને બેસવા માટે સુંદર વ્યવસ્થા હોવાથી લોકો નવરાત્રી માણવા માટે આવે છે. અહીં બહેનો રોજ અવનવાં વસ્ત્રોમાં સજ્જ થઈને આવે છે અને માતાજીની આરાધના કરે છે. આ બહેનોમાંથી જે વિજેતા થાય તેમને ઇનામ પણ આપવામાં આવે છે.
આ નવરાત્રીમાં ડૉ. ભરતભાઈ બોઘરા, ડૉ. દર્શિતાબેન શાહ, હેતલબેન પટેલ (DCP), ઘનશ્યામભાઈ હેરભા, દિલેશભાઈ પાબારી, મુકેશભાઈ દોશી, કિરીટભાઈ આદ્રોજા, રાજેશભાઈ કાલરિયા, ડૉ. વિભાકરભાઈ વછરાજાની, શૈલેષભાઈ ડાંગર, જીમીભાઈ અડવાણી, જશવંતસિંહ ભટ્ટી, જીતુભાઈ ભટ્ટ, નિદિતભાઈ બારોટ, હરદેવસિંહ જાડેજા, મનસુખભાઈ ધંધૂકિયા, સુરેશભાઈ પરમાર, રાજેન્દ્રભાઈ મહેતા, રવિભાઈ ભટ્ટ, ગુણવંતભાઈ ભટ્ટ, જીવણભાઈ પટેલ સહિતના મહાનુભાવો મહેમાન બનીને આવ્યા હતા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાને સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.
તા. ૧૫/૧૦/૨૦૨૬ના ગોપી રાસમાં મુખ્ય મહેમાન તરીકે મહાનુભાવો હાજરી આપશે. ભાનુબેન બાબરિયા, ડૉ. દર્શિતાબેન શાહ, ધનસુખભાઈ ભંડેરી, નરેશભાઈ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, શૈલેશભાઈ માકડિયા, નિરંજનભાઈ શાહ, નીરજભાઈ આર્ય, ચંદ્રકાન્તભાઈ શેઠ, મનોજભાઈ ઉનડકટ, કેતનભાઈ પટેલ, પરેશભાઈ ગજેરા, હરેશભાઈ પરસાણા, કિરીટભાઈ પટેલ, નિખિલભાઈ પટેલ, જયદેવભાઈ આર્ય, રાજદીપસિંહ જાડેજા (વાવડી), શિવલાલભાઈ બારસીયા, શ્યામભાઈ શાહ, જતીનભાઈ ભરાડ, હરેનભાઈ આર. મહેતા, ખીમજીભાઈ મકવાણા, યુસુફભાઈ માંકડા, પ્રફુલ્લભાઈ ધામી, ગૌતમભાઈ મહેતા, મુકેશભાઈ ગાજીપરા, નીતિનભાઈ ચોટાઈ, શૈલેશભાઈ પટેલ, રાજુભાઈ રાયઠઠ્ઠા, ભાવેશભાઈ ઢોલરીયા, દિગ્વિજયસિંહ કે. જાડેજા, મનીષકુમાર ભટ્ટ, વલ્લભભાઈ દૂધાત્રા, લલિતભાઈ વાડોલીયા તેમજ યોગેન્દ્રસિંહ જાડેજા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા તથા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઈ સોલંકી, રાજભા ગોહિલ, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઈ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, કનૈયાલાલ ગજેરા, કિરીટભાઈ આડેસરા, હરેશભાઈ શાહ, લક્ષ્મણભાઈ ભૂત, રાખીલભાઈ વાછાણી ઉપરાંત લેડીઝ ક્લબનાં ડૉ. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, જસુમતિબેન વસાણી, ડૉ. માલાબેન કુંડલિયા, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, સંગીતાબેન સાંચલા, બિનાબેન ઠક્કર, હર્ષાબેન પીઠડીયા, નિતાબેન ઓઝા, હિનાબેન પારેખ, ડૉ. અલ્કાબેન ધામેલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.




