રાજકોટ તાલુકાના મહિકા ગામે ખેતીની જમીન સુધી આવવા-જવા માટેના વર્ષો જૂના ગાડા માર્ગને લઈને ખેડૂતો વચ્ચે વિવાદ સર્જાયો છે. મહિકા ગામના 22 જેટલા ખેડૂત ખાતેદારોએ ત્રણ ખેડૂત સામે કોર્ટમાં દાવો કરીને પરંપરાગત રસ્તો ફરી ખુલ્લો કરાવવા અને પોતાના ખેતરો સુધી અવરજવરનો હક જાળવવા રજૂઆત કરી હતી. બીજી તરફ, ત્રણ ખેડૂતોઓએ આક્ષેપોને નકારી કાઢતાં દાવો કર્યો હતો કે તેમના ખેતરમાંથી કોઈ રસ્તો અસ્તિત્વમાં નથી અને 22 જેટલા ખેડૂત ખાતેદારોએ કોર્ટ સમક્ષ ખોટી માપણીશીટ રજૂ કરી હતી. આમ, વર્ષોથી ઉપયોગમાં લેવાતા હોવાનો દાવો કરાતા રસ્તાના અસ્તિત્વ અને કાયદેસરના હકનો મુદ્દો વિવાદના કેન્દ્રમાં આવ્યો હતો. જો કે અંતે વર્ષો જૂનો ખેતર રસ્તાને ખુલ્લો કરાયો હતો.
રાજકોટના મહિકા ગામે વર્ષો જૂનો ખેતર રસ્તાને ખુલ્લો કરાયો

You Might Also Like
Follow US
Find US on Social Medias



