મન હાેય તાે માડવે જવાય આ કહેવત સાથે ઇચ્છા શક્તિ અને કર્મનાે સિધાે જ સબંધ જાેડાયેલાે છે. આ શક્તિ કાેઇપણ કાર્યક્ષેત્રમાં કીર્તી અપાવે છે. આ વાત છે કેશાેદના એક એવા યુવકની કે જે કારખાનાઓમાં શ્રમિક તરીકે કામ કરી રાેજીંદી આવક રડે છે. ભલે આ યુવક આર્થીક રીતે નબળાે હાેય પરંતુ તેના વિચારાે દેશભક્તિના છે. કેશાેદના પ્રભાતનગરમાં રહેતાં આ વ્યક્તિનું નામ છેે સાગરભાઇ જીતુભાઇ ચાૈહાણ કે જે મજુરીકામ કરતાં ની સાથે પાેતાના શરીરને તંદુરસ્ત રાખવા અંગ કસરતાે અને કરતબ બતાવે છે આ યુવકને કાેઇ પણ પ્રકારનું વ્યસન નથી. આ યુવકને નાનપણથી જ મીલ્ટ્રીમાં ભરતી થવું હતું ત્યારથી તેણે વજન ઉંચકવાે, વજન સાથે માણસને ઉંચકી લેવાે, બાઇક ઉંચકવી જેવી કસરતાે કરવાનું ચાલું કર્યું હતું પણ બન્યું એવું કે હાથમાં ટેટુ ત્રાેફાવેલા હાેય તેથી મીલ્ટ્રીમાં જવાનું તેનું સ્વપ્ન રાેડાયું હતું. તેમ છતાં બુધ્ધી અને આવડતને કાેઇ ચાેરી સકતું નથી તેમ આજે તે દાંત વડે 50 કીલાેના કટ્ટાને ઉંચકી દુર સુધી લઇ જાય છે. આ દ્રશ્ય જાેઇ લાેકાે આશ્ચર્યચકિત બને છે. આવી જ રીતે આ યુવક ખંભા પર બાઇક ઉપાડી લે છે, કટ્ટાના વજન સાથે માણસને ઉપાડે જેવા કરતબ કરતાે તે રાેજે રાેજ કરતાે રહે છે જેથી તેનું શરીર તંદુરસ્ત રહે. આથી હવે શરીરને સાચવવું તેનાે શાેખ બની ગયાે છે. આજે આ યુવક ખાેરાક પ્રત્યે સભાન છેે. અને મિલ્ટ્રીમાં ભરતી થઇ દેશની સેવા કરવાના તેના વિચારાેએ આજે તેને કીર્તી અપાવી રહ્યા છે. આવાે તેને જ સાંભળીએ.
બાઈટ :- સાગર ચાૈહાણ (શ્રમિક-કેશાેદ)
- Advertisement -
રિપોર્ટર :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ


