-પશુ માલિકો ખચ્ચરને સિગરેટ પીવડાવાતા અને માર મારતા હોવાની વીડિયો વાયરલ
કેદારનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓ અને તેમના સામાનને લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા ખચ્ચર અને ઘોડાઓ સાથે અમાનવીય વર્તન અને વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. પશુના માલિક દ્વારા ક્યારેક તેમને સીગારેટ પીવડાવતો તો ક્યારેક માર મારતા વીડિયો સામે આવી ચૂક્યા છે. આ વચ્ચે એક દુ:ખદ ખબર સામે આવી રહી છે.
- Advertisement -
કેદારનાથ યાત્રા શરૂ થયાને 62 દિવસમાં કુલ 90 જેટલા ખચ્ચર-ઘોડાના મોત થઈ ચૂક્યા છે.કેદારનાથ ધામ સમુદ્ર સપાટીથી 11 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ત્યાં પહોંચવા માટેની યાત્રા ગૌરીકુંડથી શરૂ થાય છે અહીંથી કેદારનાથ ધામ સુધી પહોંચવા 18 કિલોમીટર ચાલતા જવું પડે છે. કેટલાક શ્રદ્ધાળુઓ હેલિકોપ્ટર બુક કરાવે છે, પરંતુ જેઓ કરાવી શકતા નથી તેઓ ખચ્ચર કે ઘોડા બુક કરાવીને ત્યાં જાય છે. બીજી તરફ ઘોડા-ખચ્ચરના સંચાલકો પણ વધુ કમાણીની લાલચમાં તેમને પૂરતો ઘાસચારો કે આરામ આપતા નથી
અને ક્ષમતાથી વધુ કામ કરાવે છે. રોજ આ પ્રાણીઓ પાસે ગૌરીકુંડથી કેદારનાથ સુધી 3 ફેરા કરાવાય છે. એવામાં થાક અને ભૂખના કારણે રસ્તામાં જ તેમના મોત થઈ જાય છે.25 એપ્રિલથી શરૂ થયેલી કેદારનાથ યાત્રામાં પ્રથમ 5000 ઘોડા-ખચ્ચરને ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા ફરીથી રોસ્ટર મુજબ ઘોડા અને ખચ્ચરની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો.