ગોંડલ
ગોંડલ શહેરમાં જાણે બુટલેગરોને વિદેશી દારૂ વેચવાના પરવાના મળી ગયા હોય તેમ શાક બકાલા ની માફક ઠેરઠેર વિદેશી દારૂ વેચાતો હોય પોલીસ તંત્ર દ્વારા વારંવાર દારૂનો જથ્થો પકડવામાં આવતો હોય જેમાં કપુરીયા ચોક ખાતે રૂપિયા 30060 ના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને પકડી કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ સિટી પોલીસે બાતમીના આધારે કપુરીયા ચોક માં રાજપૂત સમાજની વાડી પાસે ના અશોક નિવાસ મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 30060 પકડી પાડી આરોપી યશપાલ મુકેશભાઈ સાકરીયા (રહે નેશનલ હાઈવે માલધારી હોટલ પાછળ શિવમ પેલેસ) વાળાને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી ઉપરોક્ત દરોડા ટીમમાં પી.આઈ જાડેજા, પીએસઆઇ ઝાલા સહિતનાઓ જોડાયા હતા.


