ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સંદર્ભમાં ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ ખાસ, ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ જીતીને 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે
ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ આજથી એટલે કે 1 માર્ચથી ઈન્દોરમાં રમાશે. આ મેચ આજે સવારે 9.30 વાગ્યાથી શરૂ થશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સંદર્ભમાં ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ ખાસ છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બે મેચ જીતીને 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે.
- Advertisement -
હવે જો ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવવું હોય તો તેણે શ્રેણીની બાકીની બે મેચમાંથી એક મેચ જીતવી પડશે. એટલે કે જો ભારતીય ટીમ આ ઈન્દોર ટેસ્ટમાં વિજય નોંધાવશે તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ પ્રવેશ કરશે. શ્રેણીની શરૂઆતની બંને મેચ જીત્યા બાદ હવે ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત અત્યાર સુધી 16માંથી 10 મેચ જીતી છે. ટીમે 4 હાર અને 2 ડ્રો રમી છે, ઉપરાંત, ભારત 64.06 પોઈન્ટ ટકાવારી સાથે બીજા નંબરે છે. હવે જો ભારતીય ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની ટિકિટ લેવી હોય તો બાકીની બેમાંથી એક મેચ કોઈપણ સંજોગોમાં જીતવી પડશે.
આ તરફ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધી 17 ટેસ્ટમાંથી 10 જીતી છે, 3માં હાર અને 4 ડ્રો રમી છે. ઓસ્ટ્રેલિયન ટીમે 66.67 પોઈન્ટની ટકાવારી સાથે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.