સુરત મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી બંછાનિધિ પાની એ સવારે ૮:૧૫ કલાકે તેમની પત્ની સાથે મતદાન કરીને લોકશાહીનાં પર્વમાં ભાગ લીધો હતો કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે પરિણામે મ્યુનિસિપલ કમિશનરે સરકારની ગાઇડ લાઇનનો અચૂક રીતે પાલન કરવાની અપીલ કરી હતી આ ઉપરાંત મતદાન કરતી વખતે માસ્ક પહેરવાનું આહવાન પણ કર્યુ હતું સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યોની છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ સવારે ૮:૦૦ વાગ્યાનાં ટકોરે મતદાન શરૂ થયું હતું જાગૃત નાગરિકો વહેલી સવારથી જ મતદાન કરતાં જોવા મળ્યાં હતાં સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની તેમની પત્ની સાથે સવારે ૮:૧૫ કલાકે વી.ટી. લો કોલેજ ખાતે મતદાન કર્યું હતું બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે મતદાન લોકશાહીનું આધાર સ્તંભ છે ચૂંટણી એક લોકશાહી નું પર્વ છે પરિણામે લોકોએ મતદાન માટે બહાર આવવું જોઈએ મતદાન કરતી વખતે કોરોના નું પણ ધ્યાન રાખવું જોઈએ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ અને સેનેટાઈઝર નો પણ ઉપયોગ કરવો જોઈએ
સુનિલ ગાંજાવાલા
સુરત


