આજ રોજ ટીમ ગબ્બર દ્રારા સુરત કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. કે છેલ્લા દસ વર્ષ થી જે ચુંટણી થઈ છે તેમાં ઈ.વી.એમ.મશીન નો ઉપયોગ થયેલ છે.અને દર ચુંટણી વખતે ઈ.વી.એમ .માં છેડછાડ ની ફરીયાદો ઉઠી છે.અને માનવ સર્જિત ઇલેક્ટ્રોનિક ઈ.વી.એમ.ને કારણે તેમાં ફેરફારો થઈ શકે છે.જેથી ચુંટણી પરિણામોમાં ગંભીર અસર થાઈ છે.જેના લીધે વ્યક્તિના મત અધિકાર નો હેતુ નિષ્ફળ જાય છે અને મશીન માં ખામી અંગેના આક્ષેપો ને કારણે કોર્ટમાં પણ કેસ થયેલ છે.
માનવ સર્જિત મશીનમાં અને ઇલેક્ટ્રોનિક વસ્તુમાં ધાર્યે તે પ્રમાણે ફેરફાર થઈ શકતા હોય જેથી બેલેટ પેપર થઈ ચુંટણી કરવા અને મતદારનો હેતું ચોક્કસ થાય. અને મશીનમાં ખામી/ગોટાળા ના આક્ષેપો ન થાઈ અને પારદર્શી ચુંટણી થાય અને તટસ્થ પરિણામો મળે તે માટે સમગ્ર ગુજરાત માં ઈ.વી.એમ.ના બદલે બેલેટ પેપર થી મતદાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.તેમજ હાલમાં ચુંટણીપંચ ની તટસ્થ ચુંટણી ની વાતો વચ્ચે ગુજરાત ના 36 જેટલા શહેર/જીલ્લા ના હોમગાર્ડ કમાડન્ટ જે એક પાર્ટીના એટલે કે ભાજપ તેમજ સંઘના વ્યક્તિઓ હોય જેથી ચુંટણીપંચે તમામ હોમગાર્ડ કમાડન્ટો ને અને જવાનો ને ચુંટણી પક્રિયા માંથી દુર રાખી અને પારદર્શક અને નિષ્પક્ષ અને ન્યાયીક રીતે ચુંટણી યોજવામાં આવે તેવી માંગ કરવામાં આવી
- Advertisement -
સુનિલ ગાંજાવાલા
સુરત


