ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગર, સુરત, મહેસાણા, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ચાઇનીઝ દોરી યુવકોનો ભોગ લઇ રહી છે. પોલીસ વિભાગે ચાઇનીઝ દોરી નહીં વેચવાનો પરિપત્ર જાહેર તો કરી દીધો, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે આ પરિપત્રનો અમલ ક્યારે થશે.
ભલે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોય, પરંતુ ચાઇનીઝ દોરી વેચાય પણ છે, ઉપયોગમાં લેવાય પણ છે અને તેનાથી લોકોના મોત પણ થઇ રહ્યા છે. પાછલા એક મહિનાથી રાજ્યમાં ચાઇનીઝ દોરીથી મોત અને ગંભીર ઇજાઓની ઘટના બની રહી છે. ાંધીનગર, સુરત, મહેસાણા, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ચાઇનીઝ દોરી યુવકોનો ભોગ લઇ રહી છે.
ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધીત અને જીવલેણ ચાઈનીઝ દોરી વધુ એકવાર યુવાનના મોતનું કારણ બની છે. વડોદરાના નવાપુરા વિસ્તારના રબારી વાસ પાસેથી પસાર થતા 30 વર્ષીય બાઈક ચાલકના ગળામાં ચાઈનિઝ દોરી ફસાઈ હતી. દુર્ઘટના એટલી કરૂણ હતી કે બાઈકચાલક યુવાનના ગળાની તમામ નસો કપાઈ જતા પુષ્કળ પ્રમાણમાં લોહી વહ્યું હતું. યુવકને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ.
તો આજે પતંગની દોરીથી શ્રમજીવીનું ગળું કપાયું હોવાનું સામે આવ્યું છે. કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતા શ્રમજીવીનું પતંગની દોરીથી ગળું કપાયું હતું. જયાં શ્રમજીવીને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત થયું હતું. જીવલેણ દોરીથી બળવંત ઉર્ફે રાજુ પટેલ નામના શખ્સનું મૃત્યું થયું હતું. મૃતક રાજુ પટેલ લુમ્સના કારખાનામાં કામ કરતો હતો. બીજી તરફ પતંગની દોરીના કારણે એક બાઈક ચાલકને ગંભીર અકસ્માત નડ્યો હતો.
પોલીસ વિભાગે ચાઇનીઝ દોરી નહીં વેચવાનો પરિપત્ર જાહેર તો કરી દીધો, પરંતુ અહીં સવાલ એ સર્જાય છે કે આ પરિપત્રનો અમલ ક્યારે થશે. ચાઇનીઝ દોરી બજારોમાં વેચાય પણ છે, અને તેનાથી નિર્દોષો મોતના મુખમાં ધકેલાઇ પણ રહ્યા છે, ત્યારે માત્ર પરિપત્ર નહીં પરંતુ ઠોસ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.