સમગ્ર અમેરિકામાં 3800થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા
25 ડિસેમ્બરે નોંધાયું
1983 પછીનું સૌથી ઓછું તાપમાન
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં આવેલા બરફના તોફાને બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બરફનું તોફાન આર્કટિક ડીપ ફ્રીઝના કારણે આવ્યું છે. તબાહી મચાવનાર આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. સોમવારે સમગ્ર અમેરિકામાં 3800થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં બગડતી પરિસ્થિતિને જોતા 70 ટકા જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે બફેલોમાં પણ તમામ પ્રકારની પરિવહન સુવિધાઓને અસર થઈ હતી. અહીં ટ્રેન અને હવાઈ મુસાફરી રદ કરવી પડી હતી. ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે.
- Advertisement -
અમેરિકામાં ચારે બાજુ જામી ગયેલી બરફની જાડી ચાદરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અમેરિકાના ટેનેસીમાં સોમવારે એક ધોધ (વોટરફોલ)ની તસવીરો પણ સામે આવી હતી, જે શિયાળા અને હવામાનના બર્ફીલા તોફાનના કારણે 90 ટકાથી વધુ થીજી ગઈ હતી. નેશનલ વેધર સર્વિસ મુજબ, ફ્લોરિડાના મિયામી, ટેમ્પા, ઓર્લાન્ડો અને વેસ્ટ પામ બીચ પર 25 ડિસેમ્બરે 1983 પછીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું.
વાહનોમાં થીજી ગયેલા મૃતદેહો મળી આવ્યા
કડકડતી ઠંડીના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી રહી છે. બરફની જાડી ચાદરને કારણે સર્વત્ર જનજીવન થંભી ગયું છે. આવી સ્થિતિમાં એક તરફ જ્યાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી તો બીજી તરફ બરફથી ઢંકાયેલા વાહનોમાં થીજી ગયેલા મૃતદેહો મળી રહ્યા છે. તોફાનની તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કાર અને ઘરોમાંથી લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે
- Advertisement -