આગામી દિવસોમાં કડક બનશે ઝુંબેશ
જામનગર
વાહનમાલિકોને લાખોના વાહનો તો ખરીદવા છે, પણ ટેક્સ સમયસર ભરપાઈ કરવા નથી, ત્યારે આવા ટેક્સ ભર્યા વિનાના વાહનો પર જામનગર આરટીઓ વિભાગે તવાઈ બોલાવી છે, RTO જામનગર જે.જે.ચૌધરી.ની સૂચનાથી આર.ટી.ઓ. ઇન્સ્પેકટરો દ્વારા જીલ્લાના સિક્કા તથા બેડેશ્વર તથા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકીંગ કરીને મોટરવાહન ટેક્સ ભર્યાં વગર ફરતા 10 ભારે વાહનોને કુલ રૂ.2,79,572 નો દંડ કરીને મેમાં આપીને ડીટેઈન કર્યા. વધુમાં આ અંગે જે.જે ચૌધરીના જણાવ્યા મુજબ મળેલ કે આગામી દિવસોમાં મોટર વાહનોની કર ભર્યાં વગર ફરતા વાહનોનું કડક ચેકીંગ કરવામાં આવશે જેથી તેઓ દ્વારા મોટર વાહનનો ટેક્સ ભર્યા વગર ફરતા વાહન સંચાલકોને ટેક્સ ભરવા અપીલ કરવામાં આવી છે અન્યથા આરટીઓના ચેકિંગ દરમિયાન કડક કાર્યવાહી કરતા વિભાગ અચકાશે નહિ.
- Advertisement -
અહેવાલ:-સાગર સંઘાણી(જામનગર)


