યુનિટી જન સેવા ટ્રસ્ટ મોડાસા દ્વારા સંચાલિત અલફેશાની હોસ્પિટલના ફિજીયોથેરાપી વિભાગ જે દાન સહાયથી નિર્માણ પામી છે. અલફેશાની હોસ્પિટલના ફિજીયોથેરાપી વિભાગ ની કુરઆન ખવાની ધવરા ઉદ્ધઘાટન થયું હતું.
મોડાસા નગરની સેવાભાવી સંસ્થા યુનિટી જન સેવા ટ્રસ્ટના પ્રમુખ ગુલામ મોહમમદ ભૂરા, ઉપપ્રમુખ સલીમભાઈ સાબલિયા, સેક્રેટરી રઈશ મોડાસીયા તથા કારોબારી સભ્યો અને હોસ્પિટલ ના ચેરમેન ઉસ્માનગની મનવા, સેક્રેટરી સલીમભાઇ પટેલ (એસેન્ટ) છે જેવો હોસ્પિટલની સેવાકીય કામગીરી કરી રહ્યા છે.
આ હોસ્પિટલ નાં સેક્રેટરી સલીમભાઇ પટેલ (એસેન્ટ) ના જણાવ્યા મુજબ અલફેસાની હોસ્પિટલ ના ડીસ્પેન્સરી વિભાગ ના મેડિકલ ડૉક્ટર જાસ્મિનબેન પહોંચીયા જેવો દર્દીઓને ડિસ્પેન્સરી ગ્લુકોમીટર, નેબ્યુલાઇઝર, પ્લસ ઓક્સિમીટર, તથા પ્રાયમરી ડ્રેસિંગ ની સારવાર આપે છે. જેમના દ્વારા આ ડીસ્પેન્સરી વિભાગમાં છેલ્લા ત્રણ મહિનામાં 12096 રસીદ રૃપિયા 10/- પ્રમાણે નોધ થયેલ છે, અને રૂપિયા 10/- માં ઈન્જેકશન, બોટલ, દવા હોસ્પિટલ ના મેડિકલ ડૉક્ટર ની સૂચના મુજબ આપવામાં આવે છે. હાજીયાની મરિયમબેન બાબુભાઇ ટાઢા ડિસ્પેન્સરી વિભાગ ના દાનવીર બાબુભાઇ ટાઢા છે, અલફેશાની હોસ્પિટલના ફિજીયોથેરાપી વિભાગ માં ફિજીયોથેરાપી ડૉક્ટર સારા ટીંટોઇયા ઘાંચી તથા ફિજીયોથેરાપી આસિસ્ટન્ટ ઇનામુલહસન પટેલ પોતાની સેવાઓ આપશે. અને ફિજીયોથેરાપી ની ફક્ત રૂપિયા 40/- ફી રાખવામાં આવેલ છે. આ પ્રસંગ માં બાબુભાઇ ટાઢા સાહેબ તથા સમાજના લોકો, દાતાઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


