ખાસ-ખબર સંવાદદાતા
ગઇકાલે યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં અનેક રંગો સાથે લોકો મતદાન કરતા જોવા મળ્યા હતા. જેમાં તાલાલા તાલુકાનાં માધુપુર ગીર ગામે ઉભુ કરવામાં આવેલ વસુધૈવ કટુમ્બકમ મતદાન મથક ઉભુ કરાવમાં આવ્યુ હતું. જેમાં સીદી આદીવાસી મતદારોએ પરંપરાગત વેશભૂષામાં મતદાન કર્યુ હતુ અને સિદી આદીવાસી સંસ્કૃતિની ઝલક સાથે સીદી સમુદાયના મતદારો પોતાની આગવી વૈશ ભૂશા સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કરીને લોકશાહી પર્વની ઉજવણી કરી હતી.