જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર કાંતિભાઈના મહાન પ્રયાસને સલામ કરે છે: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રચિત રાજ સાત સમંદર પાર ભારતથી 15,000 કિ.મી દૂર ન્યુઝીલેન્ડમાં રહેતા જૂનાગઢના કાંતિભાઈએ જૂનાગઢના 100 જેટલા પરિવારોને આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન કરવા માટે પ્રેરિત કરવાની સાથે આ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવાનું નક્કી કર્યું છે. જેના માટે તેઓએ એક સોશિયલ મીડિયા ગ્રુપ બનાવ્યું છે. જેના દ્વારા તેઓ સતત મતદારોને વોટના મહત્વ વિશે અને લોકશાહીમાં તેઓ શું યોગદાન આપી શકે છે. તે વિશે જાગૃત કરી રહ્યા છીએ. જે લોકો મતદાન કરવા તૈયાર છે, તેમણે માત્ર ગ્રુપમાં મેસેજ કરવાનો હતો અને તેઓ મતદાન મથક સુધી પહોંડવા માટે તમામ સુવિધાઓનું ધ્યાન રાખશે.કાંતિભાઈએ કહ્યું, મારી ઈચ્છા માત્ર મત આપવાની જ નથી, પરંતુ અન્ય લોકો પણ ઓછામાં ઓછા 100 પરિવારોને મતદાન મથકે મતદાન કરે તેવી મારી ઈચ્છા છે, નાગરિક તરીકેની એક નૈતિક ફરજરૂપે આ કામગીરી કરી રહ્યો છું.
ન્યુઝીલેન્ડમાં વસતા જૂનાગઢના કાંતિભાઈનો મતદાન માટે સંકલ્પ

Follow US
Find US on Social Medias