સરકાર સાથે સતત સંકલનમાં રહી સુવિધાઓ ઉભી કરવા પ્રયત્નો થઇ રહ્યા છે મહંતે આરનાર આપ્યો ખુલાસો
- Advertisement -
જુનાગઢ પવિત્ર યાત્રાધામ ગિરનાર પર બિરાજમાન આધશકિત માં અંબાજી શકિતપીઠ પરીસર ખાતે રોપવે સુવીધા શરૂ થતા અનેક અબાલ વૃધ્ધ અને અશકત ભકતો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા છે. ત્યારે ગઈકાલ તા. ૩૦ ના રોજ કેટલાક સમાચાર માધ્યમોમાં ગિરનાર ખાતે આવેલ અંબાજી મંદિર માં અનેકપ્રકારની સુવીધાઓનો અભાવ હોવાથી મંદીરનો વહીવટ સરકાર હસ્તક લેવામાં આવે તેવા સમાચારો વહેતા થતા સાધુ સમાજ સહિત લોકોમાં આ વાતે ખળભળાટ સાથે ચર્ચાઓ નો માહોલ શરૂ થયો હતો ત્યારે અંબાજી મંદિર ના મહંત તનસુખ ગીરી બાપુ અને ગણપત ગીરી બાપુ દ્વારા સાથે આ અધુરા સમાચાર બાબતે બાપુ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી ખુલાસો કરવામાં આવ્યો હતો
મહંત તનસુખ ગીરી બાપુ દ્વારા પત્રકારોને સંબોધી જણાવાયું હતું કે તાજેતરમાં અંબાજી મંદિર પર યાત્રાળુઓ માટે વ્યવસ્થાનો અભાવ હોવાના સમાચારો વહેતા થયા હતા જે બાબતે જાહેર જનતા ને યોગ્ય માહીતી મળે તે ખુબ જરૂરી છે. ગિરનાર પર અંબાજી મંદીર પાસે ડેવલોપમેન્ટ થઈ શકે તેવી માલીકીની જમીન નથી, અંબાજી પરીસર સામે આવેલ જમીન સરકારના વન વિભાગ હસ્તક ની છે. અને ગુજરાત સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ બોર્ડ ગીરનાર ઉપર વિકાસ નકશો પણ તૈયાર કરવામાં આવેલ છે. અને આ બાબતે સરકાર દ્વારા ક્રમશ વિકાસની કામગીરી ચાલુ છે, જેમાં યાત્રાળુઓ માટે બેસવાની, શોચાલય, પીવાના પાણીની વ્યવસ્થા , વગેરેનું આયોજન કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ બાબતે સતત ધ્યાન આપી રહેલ છે. પર્વત ઉપર ખુબ ઉંચાઈએ કામ કરવાનું હોવાથી કામગીરી થોડી ધીમી ચોક્કસ ચાલી રહી છે. આ સાથે મહંત દ્વારા પણ અવારનવાર સરકારમાં સુવિધા બાબતની કામગીરી ઝડપી થાય તેવી રજુઆતો કરવામાં આવી છે
આ ઉપરાંત મંદીર માલીકીની ધર્મશાળાનું નવિનીકરણ કરવા માટે મહંત તરફથી તમામ લેખીત બાંહેધરી સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડને આપી દેવામાં આવેલ છે. અને સરકારને વધુ એક વખત અપીલ કરી માંગ કરી હતી કે , ગિરનાર પર પાણીની પાઈપલાઈન તેમજ અન્ય વિકાસ કાર્યો ઝડપભેર પુરા કરે.
હુસેન શાહ (જૂનાગઢ)


