જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર આજે ભાજપ અને કોંગ્રેસના પાંચ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાંથી એક પણ ઉમેદવારે સ્નાતક સુધીનું પણ શિક્ષણ મેળવ્યું નથી. કેશોદના ધારાસભ્ય અને મંત્રી તો ધો.4 પાસ જ છે. માણાવદરના .મેદવારે એસવાય. બી.કોમનો અભ્યાસ કર્યાો છે. આપના એક ઉમેદવાર એમબીએ થયેલા છે. વિધાનસભાચૂંટણી માટે જૂનાગઢ જિલ્લામાં આજે ભાજપ-કોંગ્રેસના પાંચ ઉમેદવારો ફોર્મ ભર્યા છે. જેમાં તેઓએ રજૂ કરેલા સોગંદનમાં મુજબ આ પાંચમાંથી એક પણ ઉમેદવારે સ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ પણ કર્યો નથી. કેશોદના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સરકારમાં પશુપાલન મંત્રી દેવાભાઇ માલમે થલ્લી ગામમાંથી ધો.4 સુધીનો અભ્યાસ કર્યો છે. તો જૂનાગઢ બેઠક પરના ભાજપના ઉમેદવાર સંજયભાઇ કોરડીયાએ 1991માં શાપુરની જવાહર હાઇસ્કૂલમાંથી એસએસસી સુધીનો અભ્યાસ કર્યો છે. જયારે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયાએ પણ એસએસસી સુધીનો તેમજ માંગરોળના ધારાસભ્ય અને કોંગ્રેસના વર્તમાન ઉમેદવાર બાબુભાઇ વાજાએ 1969માં ઓલ્ડ એસએસસીનો અભ્યાસ કર્યાો છે. માણાવદર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અરવિંદ લાડાણીએ રાજકોટની કોલેજમાંથી એસવાય. બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે .આમ જિલ્લામાં આજે ફોર્મ ભરનાર ભાજપ કોંગ્રેસના એક પણ ઉમેદવારો સ્નાતક પણ નથી.
જૂનાગઢ જિલ્લાના પ્રમુખ ઉમેદવારોનો કેટલો અભ્યાસ

Follow US
Find US on Social Medias