જૂનાગઢ ભાજપ ઉમેદવારો કરોડ પતિ
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ભાજપ કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો ચૂંટણી અધિકારી સમક્ષ રજુ કર્યા છે. જેમાં કેશોદના ધારાસભ્ય દેવાભાઇ માલમ મંત્રી હોવા છતાં તેની મિલ્કતમાં ઘટાડો થયો છે. જયારે માંગરોળના કોંગી ધારાસભ્યની જંગમ અને સ્થાવર બંને મિલ્કતોમાં વધારો થયો છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયાની ગત ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ મિલકતો મુજબ જંગમ મિલ્કત 11,97,455 અને સ્થાવર મિલ્કત 1,13,45,000 હતી અને દેવુ 21,44,334 હતુ. જયારે આ વર્ષે ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલ્કત 13,29,985 અને સ્થાવર મિલ્કત 94,88,000 અને દેવુ 21,37,910 છે. જયારે હર્ષદ રિબડીયા પાસે બે હથીયાર છે જેમાં એક રિવોલ્વર અને બાર બોરની બંધુક છે. માણાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અરવિંદભાઇ લાડાણીએ 2019ની પેટા ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્ર દર્શાવેલ 4,69,046 અને સ્થાવર મિલ્કત 80,50,000 દેવું 2,24,000 અને હાથ પર રોકડ 2,95,000 હતા. જયારે આ વિધાનસભાની ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં જંગમ મિલ્કત 1,11,644 સથાવર મિલ્કત 95,00,000 દેવું 3,36,000 હાથ પર રોકડ માત્ર 30,000 છે વાહનમાં માત્ર એક મોટર સાયકલ જ છે. માંગરોળ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય બાબુભાઇ વાજાની મિલ્કરમાં પાંચ વર્ષમાં વધારો થયો છે. જેમાં 2017ની ચૂંટણીમાં જંગમ મિલ્કત 7,38,066 અને સ્થાવર મિલ્કત 55,00,000 દેવું 4,67,800 હતુ. આ ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલ્કત 7,85,924 અને સ્થવર મિલ્કત 70,00,000 અને દેવુ 4,28,200 છે. કેશોદ બેઠક પરના ધારાસભ્ય અને રાજય સરકારના પશુપાલન મંત્રી દેવા માલમની મિલ્કતમાં પાંચ વર્ષ દરમ્યાન ઘટાડો થયો છે.
- Advertisement -
ગત ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલ્કત 20,87,500 અને સ્થાવર મિલ્કત 4,83,43,580 હતી જયારે ચાલુ વિધાનસભા ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલ્કત 19,25,000 અને સ્થાવર મિલ્કત 4,33,23,000 દર્શાવી છે. મંત્રી હોવા છતાં મિલ્કતમાં ઘટાડો થયો છે. જયારે જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજયભાઇ કોરડીયાએ ભરેલા ઉમેદવારી પત્રમાં દર્શાવેલ જંગમ મિલ્કત 3,27,66,286 અને સ્થાવર મિલ્કત 7,21,08,000 છે જયારે દેવુ 1,42,02,097 છે જયારે તેમના પત્ની પાસે જંગમ મિલ્કત 3,29,61,336 અને સ્થાવર મિલ્કત 76,30,000 છે. જયારે દેવુ 60,25,000 દર્શાવેલ છે. ભાજપના મેદવાર સંજયભાઇ કોરડીયા પાસે હાથ પર રોકડ માત્ર 70,639 છે તેમના પત્ની પાસે 50,266 રોકડ છે.



