By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    57 minutes ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    22 hours ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    23 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    23 hours ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    23 hours ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 hour ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગરીબ માણસની અમીર ખાનદાની
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > ગરીબ માણસની અમીર ખાનદાની
AuthorShailesh Sagpariya

ગરીબ માણસની અમીર ખાનદાની

Khaskhabar Editor
Last updated: 2022/09/19 at 3:54 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

વલસાડ જિલ્લાના કિલ્લા પારડી શહેરમાં કલરવ નામની બાળકોની એક હોસ્પિટલ છે. ડો. કાર્તિક ભદ્રાની આ હોસ્પિટલમાં લગભગ સાતેક વર્ષ પહેલાં એક દંપતી એના નાના બાળકને લઈને સારવાર માટે આવ્યું. બે વર્ષની ઉંમરના બાળકને ન્યુમોનિયાએ પૂરી રીતે એના કબજામાં લઇ લીધો હતો અને બાળક સીરિયસ હતો.

ડો. ભદ્રાએ બાળકની યોગ્ય સારવાર કરી અને ભગવાનની કૃપા ભળી એટલે બાળક બચી ગયો. એકાદ અઠવાડિયાના રોકાણ પછી બાળકને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. દીકરો બચી ગયો છતાં મા-બાપના ચહેરા પર વેદના હતી કારણ કે માંડ માંડ ગુજરાન પૂરું કરતા આ આદિવાસી દંપતી પાસે હોસ્પિટલનો ચાર્જ ચૂકવવા પૂરતા પૈસા નહોતા.
ડોક્ટરે ગરીબ આદિવાસી દંપતીને કહ્યું, તમે કોઈ ચિંતા ના કરો, બાળક બચી ગયું એ જ આપણા માટે મોટી વાત છે. ફી તમારાથી થાય તો આપી જજો. દંપતી માયાળુ ડોક્ટરનો આભાર માની પોતાના જીવનપ્રાણ સમાં દીકરાને લઈને વિદાય થયા.

- Advertisement -

કેટલાય વર્ષો વીતી ગયા. લગભગ 7 વર્ષ પછી આ દંપતી એના 9 વર્ષના દીકરાને સાથે લઈને કલરવ હોસ્પિટલમાં આવ્યા. ડોક્ટર તો આ દંપતીને ભૂલી ગયા હતા એટલે એણે તો સીધું એમ જ પૂછ્યું કે બાળકને શુ તકલીફ છે ? છોકરાના પિતાએ કહ્યું, સાહેબ, બાળકને કોઈ તકલીફ નથી. અમે તો બાકી પૈસા માટે આવ્યા છીએ ? ડોક્ટરને કાંઈ સમાજ ન પડી એટલે પૂછ્યું કે મારે દેવાના બાકી છે ?

છોકરાના પિતાએ સ્પષ્ટતા કરતા કહ્યું, સાહેબ, તમારે નહીં, મારે દેવાના છે. તમે ભૂલી ગયા હશો પણ 7 વર્ષ પહેલાં આને ન્યુમોનિયાની સારવાર માટે તમારી હોસ્પિટલમાં દાખલ કરેલો ત્યારે હોસ્પિટલનું બિલ ચૂકવવાના અમારી પાસે પૈસા નહોતા. તમે કહેલું કે જ્યારે થાય ત્યારે દેજો. સાહેબ, અમે મહેનત-મજૂરી કરીને માંડ-માંડ પૂરું કરીએ છીએ એટલે થોડી થોડી બચત કરતા કરતા 7 વર્ષે ભેગી થયેલી આ રકમ તમને આપવા અને ઋણ ઉતારવા આવ્યા છીએ. આટલું કહીને એ ભાઈએ બિલની રકમ ડોક્ટરના ટેબલ પર મૂકી.

ગામડાના અભણ આદિવાસીની નૈતિકતા જોઈને ડોક્ટરની આંખો પણ ભીની થઈ ગઈ. ડોક્ટરે પોતાના પાકિટમાંથી થોડા રૂપિયા આ રકમમાં ઉમેર્યા અને પેલા ભાઈને પાછા આપતા કહ્યું, ભાઈ તારી પ્રામાણિકતાનું બીજું તો શું ઇનામ આપું ? મારા કરતાં ક્યાંય અમીર હોય એવા કેટલાય લોકો બાકી ફી દેવા આવતા નથી અને માંડમાંડ પેટિયું રળતો તું સાત વર્ષ પછી પણ પૈસા આપવા આવ્યો છો. આ બધી રકમ તારા આ દીકરાના અભ્યાસ માટે હું તને પરત આપું છું પેલા ગરીબ આદિવાસીએ રકમ પરત લેવાની ના પાડી એટલે ડોક્ટરે કહ્યું, આ તને નહીં તારા દીકરાને આપું છું. તે તારી બાકી ફી આપીને ઋણ ચૂકતે કરી દીધું એટલે આપણો વહીવટ પતી ગયો આ તો હું મારા તરફથી તારા પોયરાના ભણતર માટે આપું છું એટલે એ પણ ભણી ગણીને મારા જેવો મોટો સાહેબ થાય અને લોકોની સેવા કરે.

- Advertisement -

આજના કલુષિત વાતાવરણમાં ચારે બાજુથી દિલ દુભાવનારા સમાચારો જ વાંચવા, સાંભળવા અને જોવા મળે છે એવા સમયમાં આ ગરીબ આદિવાસીની નૈતિકતા અને ડો. કાર્તિક ભદ્રાની માણસાઈ હૈયાને ટાઢક આપે છે. બસ આવા લોકો હજી જીવે છે એ જ ઈશ્વરના અસ્તિત્વનો મોટો પુરાવો છે.

જીવન આપણને નહીં, આપણે જીવનને જવાબદાર છીએ.
-ડેનિસ વેટલી

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

વાણી અને વર્તન દ્વારા પરિચય

અમેરિકાનું ‘મેકએલન’ વિશ્ર્વનું સૌથી મેદસ્વી શહેર

TAGGED: DOCTOR, help
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી લોન્ચ: આ વખતે જર્સીનો રંગ સ્કાઈ બ્લ્યુ રખાયો
Next Article સુરતમાં પત્રકારત્વનો સૂર્યોદય: સુરતમાં પ્રિન્ટીંગ પ્રેસથી લઈ પત્રોની શરૂઆત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
નર્મદા ડેમમાંથી મુખ્ય કેનાલમાં 15000 ક્યુસેક પાણી છોડાયું
કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
5,000 એકર જમીન ખાનગી કંપનીને ફાળવવા સામે અગરિયાઓનો વિરોધ
સુરેન્દ્રનગર જિલ્લામાં PIની બદલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?