ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસે ને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે ડીપ્રેશનથી પીડાઈ રહેલી 17 વર્ષીય તરૂણીએ ’ હું ઘણા સમયથી ડીપ્રેશનમાં છું, કોઈનો વાંક નથી’ તેવું સ્યુસાઈડ નોટમાં લખી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક પાસે કિશન પાર્કમાં રહેતી આયુષી મહેશભાઈ રાવલ નામની 17 વર્ષીય તરૂણીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાની જાણ થતા થતા તાલુકા પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થળ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરતા ત્યાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જે પોલીસે કબ્જે કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.