By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    9 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    9 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    9 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    9 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    9 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    9 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    7 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જેવું અન્ન તેવું મન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > જેવું અન્ન તેવું મન
AuthorDr. Sharad Thakar

જેવું અન્ન તેવું મન

Khaskhabar Editor
Last updated: 2022/06/22 at 2:19 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સુખની વ્યાખ્યા શી છે? એ ક્યાંથી મળે છે? તેની માત્રાનો આધાર શેના પર છે? આ બધા પ્રશ્નોનો ઉત્તર એક દૃષ્ટાંતમાંથી મળી જશે. એક અત્યંત દરિદ્ર બ્રહ્માણ હતો. તેના પરિવારમાં 6 સભ્યો હતા. એક દિવસ એવો આવ્યો કે એક ટંકના ભોજન પુરતું અન્ન પણ ઘરમાં બચ્યું ન હતું. આખરે તે બ્રાહ્મણ મદદની યાચના કરવા માટે એક ખાધે-પીધે સુખી એવા પંડિતના ઘરે ગયો. પંડિતે સૌથી પહેલું કામ એની હથેળીની રેખાઓ જોવાનું કર્યું. પંડિત સ્વયં આશ્ચર્ય પામી ગયા. તેમણે કહ્યું, ભાઈ, તારી હથેળીમાં પડેલી રેખાઓ અદ્દલ મુકેશ અંબાણીની હસ્ત રેખાઓ સાથે સામ્ય ધરાવે છે.
બ્રાહ્મણ રડમસ થઇ ગયો, પંડિતજી, મારી મશ્કરી શા માટે કરો છો? ક્યાં અંબાણી અને ક્યાં હું? રાજા ભોજ અને ગાંગુ તૈલી એ બંનેની ભાગ્ય રેખાઓ એક સમાન શી રીતે હોઈ શકે?
પંડિતે તે રડતા બ્રાહ્મણને શાંત પાડવા માટે 100 રૂપિયાની નોટ આપી દીધી અને કહ્યું, આમાંથી સીધું-સામાન ખરીદી લેજે. તારા ઘર માટે 15 દિવસનો પ્રશ્ન ઉકલી જશે. હવે તો તું રાજી થયો ને?
ગરીબ બ્રાહ્મણનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો તેણે કહ્યું, હા, મને અતિશય આનંદ થયો છે.
પંડિતે પૂછ્યું, તું જણાવી શકે છે કે તને કેટલો આનંદ થયો? જવાબમાં બ્રાહ્મણે પોતાના બે હાથ પહોળા કરીને કહ્યું, “આટલો બધો.”
હવે પંડિતે ફોડ પાડ્યો, જયારે મુકેશ અંબાણીને એક હજાર કરોડનો નફો થાય છે ત્યારે તેને પણ આટલો જ આનંદ મળે છે. તમારા બન્નેના ફાયદાના આંકડામાં મોટો ફરક હોઈ શકે પરંતુ તમારા બન્નેનાં આનંદની માત્રા એક સરખી રહેતી હશે. માટે જ તમારી ભાગ્ય રેખાઓમાં સામ્ય છે.
આ નાનકડું દૃષ્ટાંત કેટલી મોટી વાત શીખવી જાય છે! સુખ બહારથી ક્યાંયથી નથી આવતું. જો તે બહારથી આવતું હોત તો તેની માત્રાનો આધાર જે તે પદાર્થના પ્રમાણ ઉપર રહેલો હોત. સો રૂપિયામાં પાંચસો ગ્રામ જેટલું સુખ, એક લાખ રૂપિયામાં પાંચ કિલો સુખ અથવા સો કરોડ રૂપિયામાં એક ટન જેટલું સુખ મળતું હોત; પરંતુ એવું હોતું નથી. સુખ, ખુશી, આનંદ આ બધું આપણી અંદરથી આવે છે. આથી જ જગતના ઇતિહાસમાં થઇ ગયેલા તમામ નિર્વસ્ત્ર, અયાચક સાધુઓ (જેવા કે ડાયો જીનસ) વિશ્વ વિજેતા સીકંદરો કરતા પણ વધારે આનંદમાં રહેતા હતા.
ઘળજ્ઞ છળજ્ઞઇંફળૂ ક્ષજ્ઞ ટળઘ ફઈંટજ્ઞ વે,
મળજ્ઞ વિ રુડબળજ્ઞ ક્ષફ ફળઘ ઇંફટજ્ઞ વે ॥
શ્રી રમણ મહર્ષિ એકવાર ભોજન કરી રહ્યા હતા ત્યારે નેલૂરથી આવેલા એક મુલાકાતીએ વિનંતી કરી, “ભગવાન, આપના ભોજનમાંથી એક કોળીઓ મને પ્રસાદ રૂપે આપો. મારી વિનંતી સ્વીકારો.”
મેં અનેક ધર્મગુરુઓ અને કહેવાતા સંતોને આવું કરતા જોયા છે. મોઢામાં ચાવેલું પાન બહાર કાઢીને ભક્તોમાં પ્રસાદ તરીકે વહેંચતા જોયા છે. પુરુષ ભક્તો (વિશેષ રૂપે સ્ત્રી ભક્તો)ને એ થૂંકેલા પાન પર પડા-પડી કરતા જોયા છે. પૂજ્ય રમણ મહર્ષિએ શું કર્યું હશે?
પૂજ્ય મહર્ષિએ એ વખતે તો રમૂજમાં આવું કહી દીધું, “જો હું તમને મારી થાળીમાંથી એક કોળીઓ આપું તો અહીં ઉભેલા બધા જ ભક્તો એક-એક ગ્રાસની માંગણી કરશે. જો હું બધું ભોજન બીજાઓને આપી દઉં તો મારા માટે શું રહેશે?”
પછીથી મહર્ષિએ પેલા ભક્તને સાચી સમજણ આપી, “મારા ભોજનમાંથી એક ટુકડો ખાવાનું કંઈ મહત્ત્વ નથી. સાચા ભક્ત બનો. અહંકાર વિના ભોજન કરો. ત્યારે તમે જે કંઈ ખાઓ છો તે ભગવાનનો પ્રસાદ બની જાય છે.” કોઈનો ચાવેલો કોળિયો ચાવવાને બદલે ભગવાનનો આપેલો પ્રસાદ જમીને સંતુષ્ટ થઈએ. શાળામાં ભણતા હતા ત્યારે એક શિક્ષક અમને કહેતા હતા કે ભગવાને આપણા મોંમાં બત્રીસ દાંત મુક્યા છે માટે આપણે દરેક કોળિયો બત્રીસ વાર ચાવવો જોઈએ.
સિદ્ધ પુરુષો એવું કહે છે કે મનુષ્યે પ્રત્યેક કોળિયો બત્રીસ વાર નહિ પરંતુ બાવીસ વાર ચાવવો જોઈએ. સાથે મંત્ર-જાપ પણ ચાલુ રાખવો જોઈએ. જ્યારે જમણો શ્વાસ ચાલતો હોય ત્યારે ભોજન જમશો તો તે જલ્દી પચી જશે. વામ કુક્ષી કરતી વખતે ડાબા પડખે સુવાનું રાખવું. આવું કરવાથી જમણો શ્વાસ ચાલુ થશે.
સામાન્ય રીતે ખાદ્યાન્ન માટે જમણો શ્વાસ અને પેય પ્રવાહી માટે ડાબો શ્વાસ ઉત્તમ માનવામાં આવે છે. ગંગાસતી પણ એમના એક ભજનમાં “જમણામાં જમવું અને ડાબામાં પીવું” એવું કહી ગયા છે.
જેવું અન્ન તેવું મન. એક વાર એક સંત એમના શિષ્યની સાથે ભ્રમણ કરતા હતા. રસ્તામાં એક સ્થાન આવ્યું. ત્યાં એક ધર્મવૃત્તિ ધરાવતા સોનીના ઘરે ભોજન લેવા માટે રોકાયા. શિષ્યની નજર ત્યાં પડેલી સોનાની ચેન પર ગઈ. એના મનમાં લોભ જાગ્રત થયો. તેણે એ ચેન ઉપાડીને વસ્ત્રમાં સંતાડી દીધી.
ત્યાંથી આગળ ગયા પછી શિષ્યને પારાવાર પસ્તાવો થયો. તેણે પોતાના ગુરુ સમક્ષ ચોરીની કબૂલાત કરી દીધી. રડતા-રડતા પૂછ્યું, “હે ગુરુદેવ, હું આટલા વર્ષોથી તમારી સાથે રહીને શ્રેષ્ઠ ધર્મચરણ કરી રહ્યો છું. આપણે તો સાધુ છીએ. આપણને આ સોનાની ચેન કશા જ ખપની નથી. તેમ છતાં મારા મનમાં ચોરીનો વિચાર કેવી રીતે આવ્યો એ જણાવશો?”
ગુરુએ ગંભીરતા પૂર્વક કહ્યું, “વત્સ, આમાં કોઈ ચોક્કસ જ્ઞાતી કે જાતિનો વાંક નથી. આપણે જે ઘરમાં ભોજન કર્યું એ ગ્રહસ્થી જીવન જીવતા પરિવારમાં આ પ્રકારના સંસ્કાર હોવા જોઈએ. માટે ભવિષ્યમાં ભોજન કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ.”
આપણા દેશમાં પ્રત્યેક પરિવારમાં બહેનો ભોજન બનાવે છે. જો ભોજન રાંધતી વખતે બહેનો મંત્ર-જાપ કરે અથવા ધાર્મિક વિચારોનું સેવન કરે તો પોતાના સમગ્ર પરિવારમાં સારા સંસ્કારોનું સિંચન કરી શકે.
કવિએ કહ્યું છે, “જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે.”સાથે-સાથે એક સત્ય આ પણ છે કે જે સ્ત્રી ભોજન બનાવે છે તેનામાં શ્રેષ્ઠ સમાજ રચવાની શક્તિ રહેલી છે.

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

TAGGED: morning mantra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝવેરચંદ મેઘાણી એટલે ગુજરાતી પત્રકારત્વનું ઝવેર
Next Article રાજકોટની દીકરી માહી દોમડિયાની સ્વર્ણિમ સિદ્ધિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?