કાકા ચાલ્યા વાંકા એક મહાન કપટકથા
જે ઉંમરમાં સંતવાણીનું રસપાન કરવાનું તે ઉંમરમાં સેક્સપાનનાં શોખીન તેમજ ખુદને જેમ્સ બોન્ડનો અવતાર સમજતા કાકા મોટાભાગની સોસાયટીઓમાં ચર્ચાનો વિષય
- Advertisement -
પોતાની હવસ સંતોષી લીધા બાદ કાકાએ વાંકા ચાલવાનું શરૂ કર્યું હતું અને માસૂમ મહિલાનું શારીરિક શોપણ કર્યા બાદ તરછોડી દીધી
કદાચ આ કાકા રાજકોટના સૌથી રોમેન્ટિક સિનિયન સિટીઝન હશે
ખાસ-ખબર સંવાદદાતા
દૂરદર્શન પર વર્ષો પહેલા એક હાસ્યરસપ્રચુર ધારાવાહિક આવતી હતી, કાકા ચાલે વાંકા. આ ધારાવાહિકના કાકા જેમ મની પાછળ પાગલ હતા તેમ રાજકોટના એક કાકા મહિલાઓ પાછળ પાગલ છે. મોટી ઉંમરે લોકો બ્રહ્મચર્ય લઈ લેતા હોય છે ત્યારે આ કાકાને સહચર્ય કરવાનો સનેપાત ઉપડ્યો છે. વનપ્રવેશ કરી ચૂકેલા આ કાકા પંચાવન વર્ષની ઉંમરે પણ ગુલાંટ મારવાનું ચૂકતા નથી. જતી જિંદગીએ પણ તાકાત મેળવવા માટે કાકા કેટલીક આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન પણ કરે છે! જોકે જે ઉંમરમાં સંતવાણીનું રસપાન કરવાનું તે ઉંમરમાં સેક્સપાનનાં શોખીન તેમજ ખુદને જેમ્સ બોન્ડનો અવતાર સમજતા કાકા આજકાલ મોટાભાગની સોસાયટીઓમાં ચર્ચાનો વિષય બન્યા છે.
- Advertisement -
રાજકોટના કાલાવાડ રોડ પર રહેતા શોખીન કાકાએ હાલ એક માસૂમ મહિલાને પોતાનો શિકાર બનાવી હતી. સૌ પ્રથમ કાકાએ માસૂમ મહિલાને થોડાઘણા ખનખનીયા બતાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી, ત્યારબાદ મહિલાને કાકાએ ગાડી, મોટર, બંગલા અપાવી દેવાના મસમોટા સપના દેખાડ્યા હતા. સમય પસાર થતા પોતાની હવસ સંતોષી લીધા બાદ કાકાએ વાંકા ચાલવાનું શરૂ કર્યું હતું અને માસૂમ મહિલાનું શારીરિક શોપણ કર્યા બાદ તરછોડી દીધી હતી. હવે કાકાએ આપેલા દગા બાદ મહિલા દિલ તો હારી ગઈ છે, જિંદગીથી હારી જાય તો પણ નવાઈ નહીં.
વિકૃત આચાર-વિહાર ધરાવતા કાકાની કપટ કથાઓ એક પછી એક પ્રકાશમાં આવવાની શરૂ થઈ ચૂકી છે. કાકાના માથે જેટલા વાળ નથી તેટલી મહિલાઓ સાથે વ્હાલનાં કિસ્સાઓ છે. કદાચ આ કાકા રાજકોટના સૌથી રોમેન્ટિક સિનિયન સિટીઝન હશે પરંતુ આ સિનિયર સિટીઝનનાં સેક્સી ષડયંત્રમાં ફસાઈ કોઈ મહિલા પોતાનું શિયળ ન લૂંટાવે તેવી ખાસ અપીલ કરવામાં છે. રાજકોટના એક પૌઢે જે પ્રકારે મીઠીછૂરી મારી માસૂમ મહિલાઓનું ચીરહરણ કરે છે, અબળા મહિલાઓનું યૌન શોષણ કરી તરછોડી મૂકે છે તે પ્રકારની ઘટનાઓ મહિલાઓ સાથે બન્યા બાદ ઘણી મહિલાઓનો પ્રેમ નામના શબ્દ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.